શહેરના રેલનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે યુવાનની લાશ મળી આવી હતી. જે અંગેની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ યુવાનના શરીર પર ઇજાના કોઈ નિશાન જોવા મળ્યા ન હતાં. પરંતુ તેમ છતાં બનાવ શંકાસ્પદ જણાતા યુવાનના મૃતદેહને ફોરેન્સિક પી.એમ માટે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા પરપ્રાંતીય જેવા જણતા આ યુવાનની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ બપોરના સમયે શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ નજીક એક યુવાનની લાશ પડી હોવાનું સ્થાનિકોને ધ્યાને આવતા તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાકીદે બનાવસ્થળે દોડી ગયો હતો.
પોલીસે અહીં આવી જોતા પરપ્રાંતિય જેવા જણાતા અંદાજિત 35 વર્ષની વયના યુવાનની લાશ હોવાનું માલુમ પડ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ યુવાનના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા ન હતા. પરંતુ તેમછતાં પોલીસ દ્વારા તમામ શક્યતાઓને ધ્યાને લઇ હાલ યુવાનના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા આ પરપ્રાંતીય યુવાનની ઓળખ મેળવવા માટે શરૂ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application