BREAKING NEWS

અહો આશ્ર્ચર્યમ...!: જામનગરના કાલાવડ નાકા બહાર વૈકલ્પિક માર્ગમાં મોટી તિરાડ

  • September 15, 2026 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અહો આશ્ર્ચર્યમ...!: જામનગરના કાલાવડ નાકા બહાર વૈકલ્પિક માર્ગમાં મોટી તિરાડ


જામનગરમાં કાલાવડ નાકા બહાર વૈકલ્પિક માર્ગમાં મોટી તીરાડો દેખાતા આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. નવનિર્મિત ઓવરબ્રિજ પાસે બનાવાયેલા રસ્તાની સાઇડમાં જમીન બેસી જતા વાહનચાલકોની સુરક્ષા સામે પ્રશ્ર્નાર્થ સર્જાયા છે. આ સ્થિતિના કારણે કોઇ દુઘર્ટના થશે તો જવાબદાર કોણ તે સળગતો સવાલ ઉઠયો છે.

 જામનગરના કાલાવડ નાકા બહાર નવનિર્મિત ઓવરબ્રિજ નજીક વાહનવ્યવહાર માટે બનાવવામાં આવેલા વૈકલ્પિક માર્ગ પર વરસાદ બાદ મોટી અને લાંબી તિરાડો જોવા મળી છે. શહેરમાં અંદાજે છ ઇંચ જેટલો વરસાદ નોંધાયા બાદ રસ્તાની સાઇડનો ભાગ બેસી ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.માર્ગની ધાર પાસે અનેક સ્થળે તિરાડો પહોળી બનતાં વાહનચાલકો માટે જોખમ ઊભું થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
​​​​​​​
ખાસ કરીને સતત વાહનવ્યવહાર ધરાવતા આ માર્ગ પર વધુ વરસાદ પડે તો સ્થિતિ ગંભીર બની શકે છે. તંત્ર દ્વારા સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરી જરૂરી મરામત અને સુરક્ષાત્મક કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application