BREAKING NEWS

ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ગટરનું પાણી છોડતા મોરબી જિલ્લા કલેકટરની ટકોર

  • June 08, 2026 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદમાં ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ગટરનું દુષિત પાણી છોડવાના મામલે જિલ્લ ા કલેકટર સ્વપિનલ ખરેની કડક ટકોર બાદ નગરપાલિકા તત્રં એકશન મોડમાં આવ્યું છે. મોરબી જિલ્લ ા કલેકટરે સ્થળ મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની ચકાસણી કરી હતી અને કેનાલની સફાઈ કરી તેના ફોટોગ્રાસ સાથે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપતાં પાલિકા તત્રં હરકતમાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે.
તાજેતરમાં કેનાલમાં ગટરનું દુષિત પાણી છોડવામાં આવતું હોવાના અહેવાલો પ્રકાશમાં આવ્યા હતા. આ ઘટનાને કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે મામલો ગંભીર બનતાં જિલ્લ ા કલેકટરે સ્થળ પર પહોંચી જાતે જ હકીકતની તપાસ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ કેનાલનું પાણી હળવદ તાલુકાના આશરે ૪૦ જેટલા ગામો ઉપરાંત જામનગર, દ્રારકા સહિતના વિસ્તારોમાં પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આવી સ્થિતિમાં કેનાલમાં દુષિત પાણી ભળવાથી જાહેર આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. કલેકટરની મુલાકાત અને કડક સૂચનાઓ બાદ નગરપાલિકા દ્રારા કેનાલની સફાઈ, દુષિત પાણીના નિકાલની વ્યવસ્થા અને ભવિષ્યમાં આવી સ્થિતિ સર્જાય નહીં તે માટે જરી પગલાં ભરવાની કામગીરી શ કરવામાં આવી છે. સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનો દ્રારા જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ પીવાના પાણીના ક્રોતોને પ્રદૂષણમુકત રાખવા માટે સ્થાયી ઉકેલ લાવવાની માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application