BREAKING NEWS

જામનગર​​​​​​​: ચેક રીર્ટન કેસમાં આરોપીને બે વર્ષની સજા ફટકારતી અદાલત

  • June 08, 2026 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​: ચેક રીર્ટન કેસમાં આરોપીને બે વર્ષની સજા ફટકારતી અદાલત

આ કામના ફરીયાદી ડાયાલાલ ખીમજીભાઈ નકુમએ હાપા યાર્ડમાં સિધ્ધનાથ ટ્રેડીંગ કું. નામની પેઢીથી ખેત-પેદાસના માલનો વેપાર કરતા નંદલાલ વલ્લભભાઈ માંડવિયાને ફરીયાદીની વાડીમાં તૈયાર થયેલ કપાસ ૧૩૬ મણનું વેચાણ આ કામના આરોપી નંદલાલ વલ્લભભાઈ માંડવિયાને કરેલ,જે કપાસના કાયદેસરની લેણી રકમ પેટે રૂા. ૧,૫૦,૦૦ નો ધી કોમર્શીયલ કો.ઓ.બેંક લી. માર્કેટીંગ યાર્ડ હાપા જામનગર શાખાનો ચેક આપેલ હતો,આ ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં જમાં કરાવતા, ફંડ ઈન્શફીસીફન્ટ શેરા સાથે પરત ફરેલ હતો, ત્યારબાદ ચેક મુજબની રકમ દિન-૧૫ માં પરત ચુકવી આપે તે મુજબની ફરીયાદીએ વકીલ મારફત નોટીસ મોકલાવેલ, જે નોટીસ બજી જતા આરોપીએ લીગલ નોટીસનો જવાબ આપેલ હોય અને ચેક મુજબની રકમની માંગણી કરવા છતા ચુકવેલ નહી, જેથી આરોપી સામે જામનગરની અદાલતમાં ફોજદારી કેશ દાખલ કરેલ હતો.

તે કેસ જામનગરના પાંચ એડી.સિની. સિવીલ જજની કોર્ટમાં ચાલી જતા અને સમગ્ર પુરાવાને ઘ્યાને લેતા ફરીયાદીના વકીલની તમામ દલીલો ધ્યાને રાખી આરોપી નંદલાલ વલ્લભભાઈ માંડવિયાને ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના ગુન્હા સબબ બે વર્ષની સાદી કેદની સજા તથા ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ ૩૫૭(૩) મુજબ ફરીયાદ વાળા ચેકની રકમ ૧,૫૦,૦૦૦ વળતર પેટે સદરહુ હુકમની તારીખથી બે માસમાં ચુકવી આપવાનો હુકમ કરવામાં આવેલ,વધુમાં જો આરોપી વળતરની રકમ હુકમ મુજબ ફરીયાદીને ચુકવવામાં કસુર કરે તો આરોપીને વધુ ૩ માસની સાદી કેદની સજા ફરમાવાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે સીનીયર ધારાશાસ્ત્રી ગોવિંદ એમ. પરમાર તથા ઘનશ્યામસિંહ વી. જાડેજા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application