જામનગરના સાધના કોલોની રોડ પરથી વધુ ગેરકાયદે જાહેરાતના હોર્ડિંગ-બોર્ડ વગેરે દૂર કરાયા

  • May 02, 2025 11:16 AM 

જી.જી. હોસ્પિટલ રોડ તેમજ લાખોટા તળાવની પાળેથી રેકડી - કેબીન તથા અન્ય માલ સામાન જપ્ત


જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે સવારે જામનગરના પવનચક્કી થી સાધના કોલોની ના માર્ગ પર મહાનગર પાલિકાના સ્ટ્રીટ લાઈટ ના પોલ પર ગેરકાયદે રીતે લગાવવામાં આવેલા ૨૦૦થી વધુ જાહેરાતના હોર્ડિંગ બોર્ડ વગેરે ઉતારી લઇ મહાનગરપાલિકા ની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે.


આ ઉપરાંત જી.જી. હોસ્પિટલ થી લાલ બંગલા સુધીના માર્ગ પર રેકડી કેબીન સહિતના અન અધિકૃત દબાણો દૂર કરી લેવામાં આવ્યા છે, અને રેકડી કેબીન કબજે કરી લેવામાં આવી છે.


ત્યારબાદ સાંજના સમયે રણમલ તળાવની પાળે પેટ્રોલ પંપથી શ્યામજી કૃષ્ણ વર્મા રોડ પર ઠંડા પીણા, જ્યુસ તથા અન્ય ખાણી પાણીના ધંધાર્થી દ્વારા ઊભા કરાયેલા મંડપની કમાન, ટેબલ, ખુરશી, સ્ટુલ વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે, અને અંદાજે બે ટ્રેક્ટર જેટલો માલ સામાન જપ્ત કરીને જામનગર મહાનગરપાલિકા ની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application