રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર્ર કચ્છ રિજનલ કોન્ફરન્સનું આવતીકાલે તા.૧૧ જાન્યુઆરીને રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભવ્ય ઉદઘાટન થશે. આ સમિટમાં અંદાજે કુલ રૂપિયા પાંચ લાખથી સાત લાખ કરોડના ૧૫૦૦થી વધુ એમઓયુ થશે. ખાસ કરીને અંબાણી, અદાણી અને ટાટા સહિતના દેશના દિગ્ગજ ઉધોગપતિઓ ઉપસ્થિત રહીને એમઓયુ કરે તેવી પ્રબળ શકયતા છે.
રાજકોટ–મોરબી હાઇવે સ્થિત મારવાડી યુનિવર્સીટી ખાતે પંચાવન એકર જેટલી વિશાળ જગ્યામાં છ એકિઝબિશન ડોમ અને એક મુખ્ય ઇનોગ્રાલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે કે યાંથી પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટને ખુલ્લો મૂકી ઉધોગકારોને સંબોધન કરશે.રિનલ વાઇબ્રન્ટ સમિટમાં ૩૫૦ જેટલા વિદેશી ડેલિગેટસ સહીત કુલ પાંચ હજારથી વધુ ઉધોગકારો ભાગ લેવાના છે.
આવતીકાલે સોમનાથથી હેલિકોપ્ટર મારફત રાજકોટ આવી બેડી માર્કેટ યાર્ડ ખાતે હેલિપેડ ઉપર ઉતરી બાદમાં મારવાડી યુનિવર્સીટી ખાતે અંદાજે બપોરે એક વાગ્યા આસપાસ પ્રધાનમંત્રીનો કાફલો પહોંચશે. સૌપ્રથમ એકિઝબિશન હોલની મુલાકાત કરી બાદમાં ઇનોગ્રોલ હોલ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફોરન્સ ખાતે પહોંચી આ સમિટને ખુલ્લો મુકશે. મારવાડી યુનિવર્સીટી ખાતે પંચાવન એકર વિશાળ જગ્યામાં ખાસ એકિઝબિશન માટે ૨૬,૪૦૦ સ્કવેર મીટરમાં છ ડોમ કે જેમાં સૌરાષ્ટ્ર્ર કચ્છ ઉપરાંત દેશભરમાંથી ઉધોગકારો ભાગ લઇ પોતાની પ્રોડકટ એકિઝબિશનમાં રાખશે અને તેની અંદર સ્પેશિયલ એમએસએમઇ.હેન્ડલુમ અને હેન્ડીક્રાટ માટે ખાસ ૪૪૦૦ સ્કેવર મીટર જગ્યા ફાળવવામાં આવી છે. આ ઉપરાંત એક કોન્ફોરન્સ હોલ પણ ખાસ તૈયાર કરવામાં આવ્યો છે યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશી ડેલિગેટસ અને ગુજરાત તેમજ ભારતભરના ઉધોગકારોને સંબોધન કરશે.
રાજકોટમાં આયોજિત સૌરાષ્ટ્ર્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં ૨૨થી વધુ દેશોના ૩૫૦ જેટલા વિદેશી ડેલિગેટસ આવવાના છે તેમજ સૌરાષ્ટ્ર્ર–કચ્છ, ગુજરાત અને દેશભરમાંથી મળી પાંચ હજારથી વધુ ઉધોગકારો આ સમિટમાં ભાગ લેવા માટે આવશે
મુકેશ અંબાણી ઉપસ્થિત રહેશે
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં ખાસ ઉપસ્થિત રહેશે, તેઓ એમઓયુ સાઇન કરે તેવી પણ પ્રબળ શક્યતા છે, તદઉપરાંત તેઓ કોન્ફરન્સ અંતર્ગત સ્પીચ પણ આપનાર હોવાનું જાણવા મળે છે.
મુકેશ અંબાણી કરણ ગૌતમ અદાણી
કરણ ગૌતમ અદાણી હાજરી આપશે
દેશના અગ્રણી ઉદ્યોગ ગૃહ અદાણી ગ્રુપના મોભી ગૌતમ અદાણીના યુવા પુત્ર કરણ અદાણી પણ રિજનલ વાઈબ્રન્ટમાં ભાગ લેવા રાજકોટ આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.
ઉદઘાટન સેરેમની સાથે યોજાશે આટલા કાર્યક્રમો
આવતીકાલે વાઇબ્રન્ટ ગુજરાતની મુખ્ય ઉદઘાટન સેરેમની ઉપરાંત બ્લુ એનર્જી, ગ્રીન યુચર, ગ્રીન સ્ટાર્ટઅપ, ઓઇલ એન્ડ ગેસ, શિપબિલ્ડીંગ, વુમન એમ્પાવર, એમ્પાવર ગુજરાત કોન્ફોરન્સ સેમિનાર ણ કોન્કલેવ થવાના છે જયારે અંતમાં કલ્ચરલ પ્રોગ્રામ યોજાશે
સોમવારના કાર્યક્રમો
૧૨ જાન્યુઆરીને સોમવારે ટુરિઝમ, બ્લુ ઈકોનોમી, સીરામીક કોન્કલેવ, ગિટ સીટી આપચ્ર્યૂનિટિ, માઇનિંગ રિવોલ્યુશન, એમએસએમઇ કોન્કલેવ, સ્ટાર્ટઅપ સેમિનાર, ડિફેન્સ, બાંધણી–પટોળાની અંદર ગ્લોબલ આપચ્ર્યૂનિટિ, આયાત નિકાસ સેમિનાર યોજાશે
૧૨ જિલ્લાઓ જોડાશે
રાજકોટ
મોરબી
જામનગર
દેવભૂમિ દ્વારકા
પોરબંદર
ભાવનગર
બોટાદ
જુનાગઢ
ગીર સોમનાથ
કચ્છ
સુરેન્દ્રનગર
અમરેલી
૧૪ સેકટરના થશે એમઓયુ
સિરામિક
એન્જિનિયરિંગ
પોર્ટ્સ એન્ડ લોજિસ્ટિક્સ
ફિશરીઝ
મિનરલ્સ
સ્ટાર્ટ અપ્સ
એમ.એસ.એમ.ઇ
ટુરિઝમ એન્ડ કલ્ચર
પેટ્રોકેમિકલ્સ
એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ
ગ્રીન એનર્જી ઈકો સિસ્ટમ
સ્કીલ ડેવલપમેન્ટ
મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ
ટેક્સટાઇલ્સ
વાઇબ્રન્ટ ગુજરાત ૨૩ વર્ષની સફર
૨૦૦૩ અને ૨૦૦૫: ગુજરાતનું રોકાણની રાજધાની તરીકે પુન: સ્થાપન
૨૦૦૭: ગુજરાતને રોકાણને પ્રાધાન્ય આપતું રાજ્ય બન્યું
૨૦૦૯: રોકાણકારોએ ગુજરાતને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું
૨૦૧૧: ગુજરાત રાજ્ય દેશના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું
૨૦૧૩: ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ બન્યું
૨૦૧૫: ગુજરાત વૈશ્વિક મહત્વકાંક્ષાઓ માટે છલાંગ મારવાનું પ્લેટફોર્મ બન્યું
૨૦૧૭: ગુજરાત રાજ્ય સમગ્ર દેશને વિશ્વ સાથે જોડવાનું નિમિત્ત બન્યું
૨૦૧૯: ગુજરાત નવા ભારતને આકાર આપવામાં નિમિત્ત બન્યું
૨૦૨૪: ગુજરાત ભવિષ્યનું પ્રવેશદ્વાર બન્યું
૨૦૨૬ રિજનલ વાઇબ્રન્ટ: પ્રાદેશિક આશાઓ સાથેની વૈશ્વિક મહત્વકાંક્ષા નિર્માણ કરવાનું પ્લેટફોર્મ
સાત એક્ઝિબિશન હોલમાં શું હશે ?
હોલ ૧: ગેટ વે ટુ ગ્લોબલ ગ્રોથ
હોલ ૨: ગ્રીન એનર્જી ઈકો સિસ્ટમ અને પેટ્રોકેમિકલ્સ
હોલ ૩: ક્રાફ્ટસ વિલેજ અને એમએસએમઇ પેવેલિયન
હોલ ૪: ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ
હોલ ૫: એન્ટરપ્રાઇઝ એક્સેલન્સ પેવેલિયન
હોલ ૬: પબ્લિક સેક્ટર પાવર હાઉસ
રિજનલ વાઈબ્રન્ટમાં શું હશે, શું થશે ?
૧. એમઓયુ સાઇનિંગ/ એક્સચેન્જ
૨. બી ટુ બી અને બી ટુ જી મિટિંગ્સ
૩. ઉદ્યમી મેલા
૪.પ્રખ્યાત ફરવાલાયક સ્થળોનો પ્રવાસ
૫. વૈશ્વિક સમૂહનું સ્થાનિક જોડાણ
૬.આંતરરાષ્ટ્રીય ભાગીદારી
૭. ઔધ્યોગિક મુલાકાતો
૮.સેક્ટર સ્પેસિફિક સેમિનાર્સ, રાઉન્ડ ટેબલ્સ, પેનલ ડિસ્કસન્સ
૯.ટ્રેડ શો, એક્ઝિબિશન્સ, સેક્ટર સ્પેસિફિક પેવેલિયન
૧૦.વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ
૧૧.રિવર્સ બાયર્સ સેલર્સ મિટ
૧૨.રિજનલ એવોર્ડ્સ એમ.એસ.એમ.ઇ.