રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે એસટી બસના 2500થી વધુ રૂટ રદ

  • May 26, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રીના કચ્છ કાર્યક્રમ માટે રાજકોટ એસટી ડિવિઝનની ૨૮૦ સહિત સૌરાષ્ટ્રના અન્ય વિવિધ ડિવિઝનની કુલ ૬૫૦ બસ અને રાજ્ય સ્તરે કુલ ૧૩૦૦ એસટી બસ ફાળવવામાં આવનાર હોય આજે સૌરાષ્ટ્રમાં કુલ ૨૫૦૦ જેટલા એસટી બસ રૂટ રદ કરાયા હોવાનું જાણવા મળે છે.


પીએમના કચ્છ કાર્યક્રમ માટે ૧૩૦૦ બસની ફાળવણી

વિશેષમાં એસટી નિગમના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, આજે તા.૨૬-મે ને સોમવારે વડાપ્રધાનની કચ્છ મુલાકાત વેળાએ સૌરાષ્ટ્ર-કચ્છમાંથી મેદની લાવવા-લઇ જવા માટે ૧૩૦૦ એસટી બસો ફાળવવામાં આવી છે. કચ્છમાં વડાપ્રધાનની વિશાળ જાહેર સભા માટે રાજકોટ ડિવિઝનની ૨૮૦, કચ્છ ડિવિઝનની ૨૬૦, પાલનપુર ડિવિઝનની ૧૬૦, જામનગર ડિવિઝનની ૧૩૦ અમરેલીની ૧૦૫ અને જુનાગઢ ડિવિઝનથી ૧૫૫ સહિત કુલ ૧૩૦૦ એસટી.બસો ફાળવાઇ હોય જેના કારણે આજે સૌરાષ્ટ્રમાં એસટી બસોના અંદાજે ૨૫૦૦ રૂટ રદ કરવામાં આવ્યા હોય જેથી હજારો મુસાફરોને આ દિવસે એસટી બસ સેવા મળશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application