BREAKING NEWS

ગુજરાતમાં પાંચ વર્ષમાં ૫.૮૭ લાખથી વધુ રેશનકાર્ડ રદ અન્ન વિતરણ પ્રણાલી અને સબસિડી પર ગંભીર સવાલો

  • August 14, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભૂતકાળમાં જે અનાજનો જથ્થો ઉપાડવામાં આવ્યો હતો અને તે પેટે જે સરકારી સબસિડી ચૂકવાઈ હતી તે આખરે કોના પેટમાં ગઈ?


ગુજરાતમાં અન્ન વિતરણ પ્રણાલી () અને રેશનકાર્ડ ધારકોને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. રાયમાં છેલ્લા પાંચ જ વર્ષમાં ૫.૮૭ લાખથી વધુ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલય દ્રારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર આ માહિતી જાહેર થઈ છે. ગુજરાતમાં લાંબા સમયથી બોગસ રેશનકાર્ડ અને તેના આધારે અનાજ ઉપાડવાના મુદ્દે વિવાદો ચાલતા રહ્યા છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં કાર્ડ રદ થવાથી અનેક સવાલો ઊભા થયા છે.સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાંચ વર્ષમાં રદ થયેલા આ રેશનકાર્ડના આધારે ભૂતકાળમાં જે અનાજનો જથ્થો ઉપાડવામાં આવ્યો હતો અને તે પેટે જે સરકારી સબસિડી ચૂકવાઈ હતી, તે આખરે કોના પેટમાં ગઈ? આ એક મોટો વહીવટી કોયડો બની ગયો છે. સરકાર દ્રારા રેશનકાર્ડ રદ કરવાની આ પ્રક્રિયાને સતત ચાલતી ચકાસણી ઝુંબેશ ગણાવવામાં આવે છે, જેમાં ઈ–કેવાયસી અપગ્રેડેશન, સ્થાનાંતરણ અને મૃત્યુ જેવા કારણો જવાબદાર હોવાનો દાવો કરવામાં આવે છે. આમ છતાં, લાભાર્થીઓની ઓળખ, ડેટાની સચોટતા અને વહીવટી પારદર્શિતા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિ઼ો સર્જાયા છે.બીજી બાજુ, રાયમાં નોંધાયેલા વાસ્તવિક લાભાર્થીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૩–૨૪માં ૩.૮૨ કરોડથી વધુ લાભાર્થીઓ નોંધાયેલા હતા, જે ઘટીને વર્ષ ૨૦૨૫–૨૬માં ૩.૩૬ કરોડ થઈ ગયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application