પશ્ચિમ રેલવેના સુરત સ્ટેશનનું સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. સુરત સ્ટેશન રિડેવલપમેન્ટ હેઠળ, પ્લેટફોર્મ નંબર ૨ અને ૩ (ફેજ-૨) પર કોન્કોર્સનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એટલે, ભાવનગર ડિવિઝનની મોટાભાગની ગાડીઓ જે અસ્થાયી રૂપે વૈકલ્પિક સ્ટેશન ઉધના પર ખસેડવામાં આવી હતી તે આગામી ૧ એપ્રિલ થી સુરત સ્ટેશનથી પુન: શરૂ થશે. હવે આ ગાડીઓ ઉધના સ્ટેશનને બદલે સુરત સ્ટેશનથી દોડશે.
ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ સુરત સ્ટેશન પર ઉભી રહેવા વાળી ટ્રેનો તા. ૦૩.૦૪ગુરુવારથી, ગાડી નંબર ૦૯૨૦૮ ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે. તા. ૦૬.૦૪રવિવાર થી, લફમશદનંબર ૨૨૯૬૪ ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે.તા. ૩૧.૦૩ સોમવાર થી, ગાડી નંબર ૧૨૯૭૨ ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે. તા.૦૨.૦૪ બુધવાર થી, ગાડી નંબર ૨૨૯૩૬ પાલીતાણા-બાંદ્રા સુપરફાસ્ટ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે. તા.૦૩.૦૪ ગુરુવાર થી, ગાડી નંબર ૨૨૯૯૦ મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે. તા. ૦૪.૦૪ શુક્રવાર થી, ગાડી નંબર ૧૯૨૦૪ વેરાવળ-બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે. તા. ૩૧.૦૩ સોમવાર થી, ગાડી નંબર ૧૯૦૧૬ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે. તા. ૦૩.૦૪ ગુરુવાર થી, ગાડી નંબર ૧૬૩૩૩ વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે. ૦૧.૦૪મંગળવાર થી, ગાડી નંબર ૧૯૨૬૦ ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે. તા .૦૪.૦૪ શુક્રવાર થી, ગાડી નંબર ૦૯૨૦૭ બાંદ્રા-ભાવનગર સ્પેશિયલ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે. તા.૦૧.૦૪ મંગળવાર થી, ગાડી નંબર ૧૯૦૧૫ દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે. તા.૦૬.૦૪ રવિવાર થી, ગાડી નંબર ૨૦૯૦૯ કોચુવેલી-પોરબંદર સુપરફાસ્ટ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે. તા. ૦૧.૦૪ મંગળવારથી, ગાડી નંબર ૨૨૯૩૫ બાંદ્રા-પાલિતાણા સુપરફાસ્ટ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે. તા. ૦૭.૦૪ સોમવાર થી, ગાડી નંબર ૨૨૯૬૩ બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે. તા.બુધવાર થી, નંબર ૨૨૯૮૯ બાંદ્રા-મહુવા સુપરફાસ્ટ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે. તા.૦૧.૦૪ મંગળવાર થી, ગાડી નંબર ૧૨૯૭૧ બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે. જ્યારે ઉધના સ્ટેશન પર ઉભી રહેવા વાળી ગાડીઓમાં ગાડી નંબર ૧૨૯૦૫ પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ આગળ પણ સુરતને બદલે ઉધના સ્ટેશને રોકાતી રહેશે. ગાડી નંબર ૧૨૯૪૯ પોરબંદર-સાંતરાગાછી કવિગુરુ એક્સપ્રેસ આગળ પણ સુરતને બદલે ઉધના સ્ટેશન પર રોકાતી રહેશે. ગાડી નંબર ૧૨૯૦૬ શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ આગળ પણ સુરતને બદલે ઉધના સ્ટેશન પર રોકાતી રહેશે. ગાડી નંબર ૧૨૯૫૦ સાંત્રાગાછી-પોરબંદર સુપરફાસ્ટ આગળ પણ સુરતને બદલે ઉધના સ્ટેશન પર રોકાતી રહેશે. આ ગાડીઓની વિગતો પશ્ચિમ રેલવેની સત્તાવાર વેબસાઇટ ૂિ.શક્ષમશફક્ષફિશહૂફુત.લજ્ઞદ.શક્ષ પર પણ અપલોડ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application17 વર્ષની સગીર મોડેલને જ્યુસ પીવડાવી બેભાન કરી રીબડાના શખસે દુષ્કર્મ આચર્યું
May 03, 2025 03:48 PMહું પણુ મટે તેનું નામ જ મુક્તિ - મોરારીબાપુ
May 03, 2025 03:40 PMતળાજા-મહુવા રોડ પર બોરડા ગામ નજીક ખાનગી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત
May 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech