BREAKING NEWS

ગોંડલના મોટાદડવા ગામે માતા–પુત્રીએ કૂવામાં પડી જીવન ટૂંકાવ્યું

  • July 16, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.પરણિતા એ અગમ્ય કારણોસર પોતાની માશુમ પુત્રી સાથે કુવા માં જંપલાવી આપઘાત કર્યેા હતો.બનાવ ને પગલે મોટા દડવા માં શોક ની લાગણી ફેલાઇ છે.
બનાવ અંગે આટકોટ પોલીસે તપાસ હાથ ધરીછે.
પ્રા વિગત મુજબ મોટાદડવા રહેતા અને કડીયાકામ કરી જીવન નિર્વાહ કરી રહેલા અરવિંદભાઈ કાળુભાઇ છાપરા નાં પત્નિ નેહલબેન ઉ.૩૦ તેની પુત્રી દેવાંગી સોમવાર સવારે ઘરે થી ચાલ્યા ગયા હતાં.
 તેનાં પતિ અરવિંદભાઈ તથા અન્ય સબંધિઓ એ માતા પુત્રી ની મોડી રાત સુધી શોધખોળ કરી હતી.પરંતુ કયાંય મળી આવ્યાં ના હતાં.
દરમિયાન મંગળવાર બપોરે મોટા દડવા નાં રામજી મંદિર નજીક આવેલા કુવા માં માતા  પુત્રી નાં મૃતદેહ નજરે પડતા તેમનાં પતિ અરવિંદભાઈ ને જાણ કરાતા દોડી આવેલા અરવિંદભાઈ એ કુવા માં પત્નિ અને માશુમ પુત્રીનાં મૃતદેહ જોતા હતપ્રત બન્યાં હતાં.બનાવ અંગે ગોંડલ ફાયર બ્રિગેડ ને જાણ કરાતા દોડી આવેલી ફાયર ટીમે કુવા નાં પાણી માંથી માતા તથા પુત્રીનાં મૃતદેહ બહાર કાઢા હતા.બાદ માં ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડા હતાં.
બનાવ ને પગલે જશદણનાં એએસપી તથા આટકોટ પોલીસ મોટા દડવા દોડી આવી તપાસ હાથ ધરી હતી. અરવિંદભાઈ નાં માતાપિતા નું અવસાન થતા તે પત્નિ નેહલબેન તથા પુત્રીનાં પરીવાર સાથે રહેતા હતા.સંતાન માં ચાર વર્ષ ની પુત્રી દેવાંગી એક માત્ર હતી.નેહલબેન નું માવતર ગોંડલ નું ખાંડાધાર છે. કયા કારણોસર માતા એ પુત્રી સાથે આત્મઘાતી પગલું ભર્યુ તે વિગતો જાણવાં પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application