BREAKING NEWS

રાજકોટમાં માતેલા સાંઢની ડમ્પરે સ્કૂટરને અડફેટે લીધું, માસુમ બાળકી લોહીલૂહાણ, માતાને પણ ઈજા, લોકોના ટોળા એકત્ર થયા

  • February 26, 2026 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રવેશબંધી હોવા છતાં ભારે વાહનોની અવરજવર યથાવત રહેતી હોય છે અને તેના લીધે સામાન્યથી અકસ્માતોની ઘટના બનતી રહે છે. ત્યારે વધુ એક આવી અકસ્માતની ઘટના બનવા પામી છે. શહેરના બાપા સીતારામ ચોક પાસે ડમ્પરે સ્કૂટરને હડફેટ લેતા સ્કૂટર પર સવાર 38 વર્ષીય મહિલા અને તેની આઠ વર્ષની પુત્રીને ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટના બાદ અહીં ટ્રાફિકજામ સર્જાયો હતો બના અંગે તાલુકા પોલીસ એ જરૂરી કાર્યવાહી કરી હતી.


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના મવડી વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે આજરોજ સવારના 12:00 વાગ્યા આસપાસ ડમ્પરે સ્કૂટરને હડફેટે લેતા સ્કૂટર પર સવાર ડિમ્પલબેન ભાવેશભાઈ સાંકળીયા(ઉ.વ.38) અને તેમની આઠ વર્ષની પુત્રી જાનકી બંને રોડ પર પટકાતા બંનેને ઇજાઓ પહોંચી હતી. જેથી બંનેને તાકીદે સારવાર માટે ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટના બાદ અહીં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી જેથી પોલીસ પણ દોડી આવી હતી.


બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મવડી વિસ્તારમાં રામધણ આશ્રમ પાસે નંદનવન ત્રણમાં રહેતા ડિમ્પલબેન ભાવેશભાઈ સાકળીયા તેમની મોટી પુત્રી મિશ્વા જે ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતી હોય તેમને લેવા માટે નાની પુત્રી જાનકીને સાથે લઈ જઈ રહ્યા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. જે ઘટનામાં માતા-પુત્રી બંનેને બીજાઓ પહોંચી હતી. જેમાં દીકરીને પગમાં ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application