ભેસાણના જૂની ધારી ગુંદાળી ગામે પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી.
કારમાં બેઠેલા માતા અને દાદી નું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું યારે પિતરાઈ ભાઈ અને બહેનને પણ ઈજા થઈ હતી. એક જ પરિવારના બેના મોતથી રાઠોડ પરિવારમાં શોકનું મોજુ છવાયું હતું.
આ અંગે પ્રા વિગત મુજબ ભેસાણના જૂની ધારી ગુંદાળી ગામે રહેતા નરેન્દ્ર દુદાભાઈ રાઠોડ તેના પરિવાર સાથે કારમાં બેસી ધારી ગુંદાળીથી મોરવાડા તરફ જતા રસ્તે જતા હતા. રસ્તામાં કારચાલક નરેન્દ્ર ભાઈએ કાર પરથી કાબુ ગુમાવતા પલટી ગઈ હતી. જેથી કારમાં બેઠેલા નરેન્દ્ર ભાઈના માતા શોભનાબેન રાઠોડ, અને તેના દાદી લાભુબેનને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. યારે કારમાં બેસેલા પિતરાઈ બહેન હેતલબેન અને પિતરાઈ ભાઈ મીતને પણ ઈજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવ સંદર્ભે એક જ પરિવારના બે મહિલાના મોત થતા રાઠોડ પરિવારમાં શોકનું મોજુ છવાયું હતું. સમગ્ર બનાવ અંગે દુદાભાઈ રાઠોડ એ પુત્ર સામે પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જયાના બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech