સુખપુરમાં થયેલી ચોરીમાં સાસુ, પુત્રવધુ અને પુત્ર ઝડપાયા
સુખપુરમાં થયેલી ચોરીમાં સાસુ, પુત્રવધુ અને પુત્ર ઝડપાયા
August 19, 2026 10:40 AM
ભેસાણ તાલુકાના સુખપુર ગામે અઢી સપ્તાહ પૂર્વે મકાનમાંથી ૩.૮૫ લાખના સોના ચાંદીના દાગીના ચોરી થયા અંગે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરી ચોરીમાં સંડોવાયેલ સાસુ પુત્રવધુ અને પુત્ર ત્રણને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી રિમાન્ડની માંગ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. સુખપુર ગામે રહેતા મયુર દિલસુખ પટોળીયાના મકાનમાં ૩૦ સપ્ટેમ્બરે અજાણ્યા ઈસમે પ્રવેશ કરી પટારામાંથી ૩.૨૫ લાખના સોના ચાંદીના દાગીના તથા દુકાનનો દસ્તાવેજ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. ભેસાણ પી.આઈ તળાવીયા સહિતની ટીમે ઊંડાણપૂર્વકની તપાસ કરી ચોરીમાં સંડોવાયેલા લતાબેન ગોપાલભાઈ વાડોદરિયા, ગોપાલ ગભરુભાઈ વાડોદરિયા તથા મંજુબેન ગભરૂભાઈ વાડોદરિયા (ત્રણેય રહે મેંદપરા) ને ચોરી થયેલ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે દંપતી સહિત ત્રણેયની વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.