લકઝરીયસ હોમ રેસમાં મુંબઈનો હાઈ જમ્પ, વિશ્વના ટોપ ૧૦ શહેરોમાં સ્થાન
લકઝરીયસ હોમ રેસમાં મુંબઈનો હાઈ જમ્પ, વિશ્વના ટોપ ૧૦ શહેરોમાં સ્થાન
September 26, 2026 02:28 PM
મુંબઈને અમસ્તુ જ મોહ કે માયા નગરી નથી કહેવાતું. લકઝરીયસ હોમ રેસમાં મુંબઈએ હાઈ જમ્પ લીધો છે અને વિશ્વના ટોપ ૧૦ શહેરોમાં સ્થાન મેળવ્યું છે.નાઈટ ફ્રેન્કના તાજેતરના 'પ્રાઈમ ગ્લોબલ સિટીઝ ઈન્ડેકસ' રિપોર્ટ અનુસાર, ૨૦૨૬ના બીજા કવાર્ટરમાં મુંબઈની લકઝરી અને પ્રાઇમ રહેણાંક મિલકતના ભાવમાં ૬.૨% વાર્ષિક વધારો નોંધાયો છે. આ પ્રભાવશાળી વૃદ્ધિ સાથે, મુંબઈ વિશ્વભરના ૪૬ મુખ્ય રિયલ એસ્ટેટ બજારોમાં આઠમા સ્થાને પહોંચી ગયું છે અને વૈશ્વિક ટોચના ૧૦ શહેરોમાં મજબૂત સ્થાન સ્થાપિત કયુ છે. રિપોર્ટ અનુસાર, મુંબઈમાં પણ ૧.૭% ત્રિમાસિક ભાવ વધારો જોવા મળ્યો છે, જે ભારતીય પ્રીમિયમ હાઉસિંગની વધતી માંગ અને વૈશ્વિક રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણકારોના અતૂટ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. પ્રાઇમ હાઉસિંગ પ્રોપર્ટી માટે વૈશ્વિક સરેરાશ ભાવ વધારો માત્ર ૨.૬% હતો, યારે મુંબઈનો વિકાસ દર બમણાથી વધુ હતો. અન્ય મુખ્ય ભારતીય શહેરોમાં, બેંગલુ ૪.૫% વાર્ષિક ભાવ વધારા સાથે ૧૨મા ક્રમે છે, યારે નવી દિલ્હી ૩.૯% વધારા સાથે ૧૭મા ક્રમે છે. વિશ્લેષકો માને છે કે ઉચ્ચ–વર્થ ધરાવતા વ્યકિતઓની મજબૂત ખરીદ શકિત, મુખ્ય સ્થળોએ મર્યાદિત પુરવઠો અને સતત માળખાગત વિસ્તરણે ભારતીય મહાનગરોમાં વૈભવી રિયલ એસ્ટેટ બજારમાં આ તેજીને વેગ આપ્યો છે