આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ કામગીરીને ઝડપી અને સમય મર્યાદામાં પૂર્ણ કરવાના આશય સાથે આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ યાજ્ઞિક રોડના સર્વેશ્વર ચોક ખાતે જુના વોંકળાને દુર કરી નવા વોંકળા બનાવવાની કામગીરીનું વોંકળામાં ઉતરીને નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને આદેશ કર્યો હતો આ ઉપરાંત ગવલીવાડના વોંકળામાં જુનું કલ્વર્ટ દુર કરી નવું કલ્વર્ટ બનાવવાની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું.
યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોક ખાતે રૂ.૬.૬૦ કરોડના ખર્ચે વોંકળાને રીનોવેટ કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં ૮૦ મીટર લંબાઈની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે અને બાકી રહેતી ૩૦ મીટર લંબાઈની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા એજન્સીના પ્રતિનિધિશ્રીને સુચના આપી હતી. આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને યાજ્ઞિક રોડ પરનો બોક્ષ કલ્વર્ટનો રાપ્ટ સ્લેબ તથા અન્ય આનુસાંગિક કામગીરી ઝડપી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.
ગવલીવાડ વોંકળા ખાતે રૂ.૪૦ લાખના ખર્ચે વોંકળા પરનું જુનું ઝર્ઝરિત સ્લેબ કલ્વર્ટ દુર કરી નવું સ્લેબ કલ્વર્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં હાલ જુનું કલ્વર્ટ દુર કરવામાં આવેલ છે અને તેનો રબીશ ઉપાડવાની કામગીરી ચાલી રહી છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ફીલ્ડ વિઝિટમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જીનિયર અતુલ રાવલ, ડી.ઇ.ઇ. એમ.બી.ગાવિત અને એજન્સીના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech