રાજકોટ મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા જર્મનીના બર્લિન શહેરમાં આયોજિત અર્બન મોબિલિટીની ૧૦ દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જવા રવાના થયા બાદ રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મસૂરીના પ્રવાસે જવા રવાના થયા હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હાલ મસુરી ખાતેના ભારત સરકારના નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સના ટ્રેનિંગ સેન્ટરમાં તાલિમ લેવા માટે શ્રીલંકન ગવર્નમેન્ટના અધિકારીઓ આવ્યા છે તેમને તાલિમ આપવા માટે ભારતના વિવિધ રાજ્યના અધિકારીઓની પસંદગી કરવામાં આવતી હોય છે, આ તાલિમ માટે રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીની પસંદગી કરાઇ છે અને તેઓ હાલ મસુરી પહોંચ્યા છે.
મહત્વપૂર્ણ છે કે મસુરી સ્થિત નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ ખાતે બ્યુરોક્રેટસને ટ્રેનિંગ માટેના શોર્ટ ટર્મ કોર્સ ઉપલબ્ધ છે જે અંતર્ગત તાલિમ મેળવવા માટે હાલ શ્રીલંકાના અધિકારીઓ મસુરી આવ્યા છે અને બેથી ત્રણ સપ્તાહ સુધી ભારતની કાર્ય પધ્ધતિ, સિધ્ધાંતો, કાર્યશૈલીનો અભ્યાસ કરી માર્ગદર્શન મેળવશે તેમજ આ બાબતોમાં પરંપરાગત બાબતો તેમજ નવી આધુનિક બાબતોના સંદર્ભ મેળવશે.
ખાસ કરીને રાજકોટ મહાપાલિકાને હાલ સુધીમાં ઇ- ગવર્નન્સ અને એમ-ગવર્નન્સના અનેક એવોર્ડ મળી ચુક્યા હોય પ્રજાકીય કામોમાં ડિજિટલ ઇનિસિયેટિવ અંગે રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી માર્ગદર્શિત કરનાર હોવાનું જાણવા મળે છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech