રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭મા ડો.યાજ્ઞિક રોડને લાગુ આવેલા ન્યુ જાગનાથ પ્લોટ અને જુના જાગનાથ પ્લોટમાં પીવાનું પાણી વિતરણ કરવા માટેની વર્ષો જૂની પાઇપ લાઇન બદલીને હવે કરોડો રૂપિયાના ખર્ચે નવી ડક્ટ આયર્ન પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરાયું છે. દરમિયાન આ કામે મહાપાલિકા તંત્ર દ્વારા આડેધડ બેફામ ખોદકામ શરૂ કરીને જાગનાથ પ્લોટની શેરીઓની હાલત યુક્રેન જેવી કરી નાખી છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં જે રીતે રશિયા દ્વારા યુક્રેન ઉપર મિસાઇલો ચલાવી બેફામ બોમ્બમારો કરાયા બાદ યુક્રેનના રસ્તાઓની જેવી હાલત થઇ છે તેવી જ હાલત હાલમાં જાગનાથ પ્લોટની શેરીઓની થઇ ગઇ છે. જાગનાથ પ્લોટના રહીશો નથી તો આવી સ્થિતિ સહન કરી શકતા કે નથી તો તેનો વિરોધ કરી શકતા પરંતુ એટલી માંગણી કરી રહ્યા છે કે તમામ શેરીઓમાં એક સાથે ખોદકામ કરવાના બદલે તબક્કા વાર એક પછી એક શેરીઓમાં ખોદકામ કરવામાં આવે અને જે શરીરમાં ખોદકામ કરાયું હોય ત્યાં પુરાણ થાય પછી જ બીજી શેરીમાં ખોદકામ શરૂ કરાય તો વાહનચાલકો તેમજ ત્યાં આગળ રહેતા રહીશોને વાહન પાર્કિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. જોકે આ બધી બાબતોનો તો તંત્ર વાહકો અને ઇજનેરોને ખ્યાલ હોય જ તેમ છતાં ઝડપી કામગીરી કરવા માટે એકસાથે અનેક શેરીઓમાં ખોદકામ કરવામાં આવતા હાલ સમગ્ર વિસ્તારની પથારી ફરી ગઇ છે.
મહાપાલિકા તંત્ર દ્વારા હજુ ગત ઓક્ટોબર મહિનામાં નવા અને જૂના જાગનાથની શેરીઓમાં ડામર કામ કરવામાં આવ્યું હતું. અંદાજે દશેરા આજુબાજુ અહીં નવા રોડ બન્યા હતા જેને માંડ પાંચ મહિના વિત્યા છે ત્યાં ફેબ્રુઆરી મહિનામાં જ બેફામ ખોદકામ કરીને રસ્તાની પથારી ફેરવી નાખવામાં આવતા રહીશોમાં ભારે કચવાટની લાગણી પ્રસરી ગઈ છે. સાથે જ ખોદકામનું પુરાણ કર્યા બાદ ફરી ડામર કામ ક્યારે કરાશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. શું પાંચ મહિના પહેલા ડામર કામ કરવામાં આવ્યું ત્યારે ખબર ન હતી કે અહીં પાઇપલાઇન બદલવાની હોય ખોદકામ કરવાનું થશે ? કે પછી ખબર હોવા છતાં પણ આવું કરાયું છે ? તે બાબત હાલ જાગનાથના રહીશોમાં ચર્ચાનો વિષય બની છે.
ગુરૂ ગયા ગોકળને ચેલાને થઇ મોકળ: કમિશનર જયપુર જતા સ્ટાફ બેફામ
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર હાલ જયપુર ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની એક કોન્ફરન્સમાં હાજરી આપવા પહોંચ્યા હોય પાછળથી સ્ટાફને ગુરૂ ગયા ગોકળ અને ચેલાને થઇ મોકળ જેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે. ફક્ત ઝડપથી કામ પૂરું કરીને વાહ વાહી મેળવવાના ઇરાદે રસ્તાની પથારી ફેરવી નાખીને વિસ્તારવાસીઓની હાલત માઠી થઇ ગઇ છે. ખાસ કરીને બાંધકામ શાખાના બેકાબૂ બનેલા સ્ટાફને નિયંત્રિત કરવાની આવશ્યકતા સર્જાય છે. તદઉપરાંત જ્યાં આગળ ખોદકામ ચાલી રહ્યું છે ત્યાં આગળ કોઈપણ સ્થળે વર્ક ઇન પ્રોગ્રેસના સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા નથી જેના લીધે અકસ્માતો સર્જાવાની પણ પ્રબળ સંભાવના રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech