રાજકોટમાં મહા શિવરાત્રીએ કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે આગામી તા.૧૫.૨.૨૦૨૬ ના રોજ મહાશિવરાત્રી નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ તથા રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ગંભીર નોંધ લેવાની રહેશે.