રાજકોટ મહાનગરપાલિકાના સૌજન્યથી રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વિમિંગ એસોસીએશન તથા કેન્સર કેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કેન્સર વોરીયર્સ દ્વારા તા.૨૫-૧-૨૦૨૫ થી તા.૪-૨-૨૦૨૫ સુધી દ્વારકાથી સોમનાથ સુધીના સમુદ્રી માર્ગ પર ક્યાકિંગ (હોડી રાઈડ) પધ્ધતિથી સફર કરવામાં આવી હતી. આ સફર દરમ્યાન કેન્સર વોરીયર્સ દ્વારા દરરોજ ૨૫ કિ.મી. સમુદ્રી માર્ગ પર સફર કરવામાં આવેલ. આ સફર દરમ્યાન વચ્ચે આવતા ગામોમાં કેન્સર વોરીયર્સ દ્વારા ગામ લોકોના સહયોગથી ગામમાં કેન્સર અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્સર વોરીયર્સની આ કામગીરીને બિરદાવી અને સન્માનિત કરી રૂ.૧૧,૦૦૦ની સહાયના ચેક અર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવેલ. જેના અનુસંધાને આજ તા.૯ને બુધવારના રોજ દ્વારકાથી સોમનાથ સુધીના સમુદ્રી માર્ગ પર ક્યાકિંગ (હોડી રાઈડ) પધ્ધતિથી સફર કરેલ કુલ ૧૨ કેન્સર વોરીયર્સ રૂ.૧૧,૦૦૦ની સહાયના ચેક અર્પણ કરી સન્માનિત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવેલ કેન્સર વોરીયર્સમાં ભારતીબેન કુરીયા, અશ્વિનભાઈ સોલંકી, પ્રવિણભાઈ હરિયાણી, મનોજભાઈ પરમાર, વાસુદેવભાઈ પટેલ, બીનાબેન હરિયાણી, નવનીતભાઇ પટેલ, પ્રવિણભાઈ મોતીવારસ, હેમાબેન કક્કડ, મંજુબેન મકવાણા, ભગવતીબેન બાસીડા પુજાબેન ઠક્કર સહિતનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સી.કે.નંદાણી, ઈ.ચા.આસી કમિશનર એન.કે.રામાનુજ, દીપેન ડોડિયા, મેનેજર કૌશિક ઉનાવા, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, ઈ.ચા.ચીફ ફાયર ઓફિસર અમિત દવે તથા કેન્સર વોરીયર્સ તથા તેમના પરીવારજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech