રાજકોટ મહાપાલિકા દ્વારા ઘંટેશ્વર ડ્રાફ્ટ ટી.પી. સ્કિમ નં.૪૬ માટે મહાપાલિકાએ વાંધા સૂચનો સંભાળવાનું શરૂ કર્યું છે, આ પ્રક્રિયા એક મહિનો ચાલશે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરીને માર્ચ મહિનામાં સ્કિમ સરકારમાં રવાના કરાશે.હાલ ટીપી બ્રાન્ચમાં સ્કિમનો ડ્રાફ્ટ અને નકશા જોવા માટે ખુલા મૂકવામાં આવ્યા છે.
ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧(૧)ની જોગવાઈઓ મુજબ રાજકોટ મહાપાલિકાની સામાન્ય સભાએ તા.૨૦.૦૫.૨૦૨૫નાં ઠરાવ નં.૭થી મુસદારૂપ નગરરચના યોજનાનં. ૪૬(ઘંટેશ્વર) તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરેલ છે. આ યોજનામાં ગામ ઘંટેશ્વરનાં રેવન્યુ સર્વે નં. ૧, ૨૪, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩૫, ૩૬, ૩૭, ૩૮, ૩૯, ૪૦, ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭, ૪૮, ૪૯, ૫૦, ૫૧, ૫ર, ૫૩, ૫૪, ૫૫, ૫૬, ૫૭, ૫૮, ૫૯, ૬૦, ૬૧, ૬૨, ૬૩, ૬૪, ૬૫, ૬૬, ૬૭, ૭૯. તથા સરકારી ખરાબાના રે.સ.નં. ૧૫૦/પૈકીની જમીન સહિતના રેવન્યુ સર્વે નંબર તથા તેના પેટા ભાગોના વિસ્તારનો સમાવેશ થાય છે.
આથી નિયમો-૧૯૭૯નાં નિયમનં.૧૭ની જોગવાઈ હેઠળ ઉપરોકત યોજનાનં.૪૬ (ઘંટેશ્વર)ની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને જમીન માલીકોની સભા તા.૫.૧૨.૨૦૨૫ ને શુક્રવારનાં રોજ બોલાવવામાં આવેલ હતી. જેમાં જમીન માલીકો તથા હિત સંબંધ ધરાવનાર આસામીઓને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ. શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪ર પેટા કલમ (૧) (૨) તથા નિયમો-૧૯૭૯ ના નિયમ-૧૮ની જોગવાઈઓ હેઠળ યોજનાનો મુસદ્દો ઘડીને યોજનાની જોગવાઈઓને પારપાડવા માટેના વિનિયમોનો મુસદ્દો એકસ્ટ્રા ઓર્ડીનરી રાજયપત્ર નં.૮૨૭૭વોલ્યુમ LXVI પેજ નં.૨ તા.૬.૧૨.૨૦૨૫થી પ્રસિધ્ધ થયેલ છે. જે મુજબ તા.૬.૧૨.૨૦૨૫થી તા.૫.૧.૨૦૨૬ (એક માસ) સુધીમાં આ યોજના હેઠળ અસર પામેલ કોઈ વ્યકિત કે હિત સંબંધ ધરાવતી વ્યકિત આવી યોજના અંગેના કોઈ વાંધા સુચનો રાજકોટ મહાપાલિકાને લખી જણાવશે તો મહાપાલિકા અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૭ની જોગવાઈ હેઠળ યોજનામાં ગુણવતાના ધોરણે યોગ્ય લાગે તેવા ફેરફારો વિચારણામાં લેશે.રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ ઠરાવ નં.૭ તા.૨૦.૫.૨૦૨૫થી ઠરાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આયોજનાને લગતી હવે પછીની તમામ કાર્યવાહી જેવી કે કલમ-૪૨ હેઠળની પ્રસિદ્ધિ, કલમ-૪૭ હેઠળ વાંધા સુચનોની વિચારણા કરવા તેમજ તેને આનુસાંગિક તમામ કાર્યવાહી કરવા સત્તા આપી અધિકૃત કરવામાં આવેલ છે.
મુસદ્દારૂપ નગરરચના યોજના રાજકોટનં. ૪૬ (ઘંટેશ્વર)નો મુસદ્દો, વિનિયમો, નકશા વિગેરે રાજકોટ મહાનગરપાલિકા, ડો.આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી,મધ્યસ્થ ટી.પી.શાખા, ત્રીજો માળ, ઢેબર રોડ, રાજકોટ ખાતે આવેલ કચેરીમાં રજા સિવાયના દિવસોએ કચેરીનાં સમય દરમ્યાન જોવા મળી શકશે તથા તે અંગે યોગ્ય સમજુતી આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.ઉપરોકત વિગતે કલમ-૪૨ હેઠળ રાજયપત્રમાં પ્રસિધ્ધ થયાની તારીખથી ત્રણ માસની અંદર અધિનિયમની કલમ-૪૮ની જોગવાઈઓ હેઠળ મંજુરી અર્થે સરકારમાં મોકલવામાં આવશે. જેની સર્વે લાગતા વળગતાઓને નોંધ લેવા રાજકોટ મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું છે.