રાજકોટ શહેરનાં નગરસેવકોને તેમના વિસ્તારોના પ્રશ્નો બાબતે ફરીયાદ,તેમજ કોર્પોરેશન બાબતની અધ્યતન માહિતી મેળવવા માટે નું માધ્યમ એટલે કાઉન્સિલર એપ. આ એપનું આજે સાંજે લોન્ચિંગ થશે.આ એપ દ્વારા નગરસેવકો તેમના વિસ્તારની પ્રજાલક્ષી ફરીયાદો જેવી કે પડતર કચરો , ડ્રેનેજ ઉભરાવો,રસ્તામાં ખાડો,પાણીની લાઇનમાં લીકેજ વિગેરે જીઓ લોકેશન સાથે એપ મારફત નોંધાવી શકશે.ફરિયાદની વિગત સીધી સંબંધીત વોર્ડના જવાબદાર કર્મચારીને પહોંચશે.
જવાબદાર કર્મચારી દ્વારા ફરીયાદનો નિકાલ કરીને તેની નોંધ એપમાં કરવામાં આવશે જેની જાણ આ એપ દ્વારા નગરસેવકોને થશે.ફરિયાદનો નિકાલ થયે નિકાલની નોંધ સાથે ફોટો પણ અપલોડ કરવાની સગવડતા પણ છે.આ ઉપરાંત કોર્પોરેટરની તમામ ફરીયાદોની યાદી,તમામ અખબારી યાદી, કોર્પોરેશનની ભરતી સંબંધી તમામ જાહેરાતો, કોર્પોરેશનની ટેન્ડર સંબંધી તમામ જાહેરાતો, ટેલીફોન નંબરો માટે મીની ડાયરી એપ ઉપલબ્ધ થશે.કોર્પોરેશનની વિવિધ સેવાઓને લગત ફોર્મસ જેવા કે લગ્ન નોંધણી, મિલ્કત વેરા નામ ટ્રાન્સફર, જન્મ મરણ, લાઇબ્રેરી, શોપ, ફાયર વિગેરે એપ ઉપર ઉપલબ્ધ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાનપર નજીક આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત
May 02, 2025 02:44 PMમહાપાલિકાને ૧૦% વળતર યોજના દરમ્યાન વેરા પેટે થઈ ા. ૧૦૦.૩૭ કરોડની આવક
May 02, 2025 02:43 PMભાવનગરને વધુ રેલ સુવિધાની ઉપલબ્ધધિ આડે સમસ્યા અંગે ડીઆરયુસીસી કમિટીનું હકારાત્મક વલણ
May 02, 2025 02:40 PMશેરબજારમાં તેજી: સેન્સેક્સ ૮૧૦૦૦ સપાટી કુદાવી ૯૩૫ પોઈન્ટ ઉછળ્યો
May 02, 2025 02:40 PMગણેશ ચતુર્થીએ મંદિરોમાં ભાવિકોએ કરી આરાધના
May 02, 2025 02:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech