BREAKING NEWS

જૂનાગઢમાં મુસ્લિમ મહિલા દ્વારા બહેનપણીને શ્રદ્ધાંજલિ અર્પવા ભાગવત સપ્તાહનું આયોજન

  • November 20, 2026 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જૂનાગઢમાં કોમી એકતા અને માનવતાની ભાવનાને ઉજાગર કરતો અનોખો પ્રસંગ સામે આવ્યો છે. અહીં એક મુસ્લિમ મહિલાએ પોતાની હિન્દુ બહેનપણીને શ્રદ્ધાંજલિ અર્પવા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરી ધર્મથી ઉપર માનવીય સંબંધો હોવાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. જોષીપરા વિસ્તારના વિધાતાનગરમાં રહેતાં સાબેરાબેન શેખ દ્વારા સ્વર્ગસ્થ ઉષાબેન ભટ્ટની સ્મૃતિમાં પીપળેશ્વર મહાદેવ મંદિરે ભાગવત સપ્તાહ યોજવામાં આવી રહી છે.



સાબેરાબેન શેખ અને સ્વ. ઉષાબેન ભટ્ટ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ વિભાગમાં સાથે ફરજ બજાવતાં હતાં. ઉષાબેન મેટ્રન તરીકે કાર્યરત હતાં. બંને વચ્ચે પાડોશી હોવા ઉપરાંત મોટા બહેન અને ખાસ બહેનપણી જેવો લાગણીસભર સંબંધ હતો. ઉષાબેન પરિવારમાં એકલાં રહેતાં હતાં અને કોરોના કાળ દરમિયાન તેમનું અવસાન થયું હતું. તેમની સાથેના આત્મીય સંબંધોની સ્મૃતિ કાયમ જીવંત રાખવા સાબેરાબેને ભાગવત સપ્તાહનું આયોજન કરવાનો સંકલ્પ કર્યો હતો.



આ સપ્તાહના પ્રારંભે બુધવારે સરદારપરા સ્થિત સૂર્યમંદિરથી પીપળેશ્વર મહાદેવ મંદિર સુધી ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી. જેમાં આસપાસના વિસ્તારના રહેવાસીઓ, સ્નેહીજનો અને ધર્મપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તા.24 નવેમ્બર સુધી ચાલનારી ભાગવત કથાનું દરરોજ બપોરે 3થી સાંજે 7 દરમિયાન સંગીતમય શૈલીમાં રસપાન કરાવવામાં આવી રહ્યું છે.

કથાના ભાગરૂપે વામન અને રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા તથા રુક્મિણી વિવાહ સહિતના ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. મંગળવારે કથાની પૂણર્હિુતિ થશે. આ ઉપરાંત દરરોજ રાત્રે 9થી 11 દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સાબેરાબેને જણાવ્યું હતું કે, સ્વ. ઉષાબેન સાથેના સંબંધો માત્ર પાડોશી કે સહકર્મચારી પૂરતા મર્યિદિત નહોતા, પરંતુ તેઓ મોટા બહેન સમાન હતાં. તેમની યાદમાં આ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વિધાતાનગર સોસાયટીના તમામ પિતૃઓના આત્માના મોક્ષાર્થે પણ ભાગવત કથાનું શ્રવણ કરવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application