BREAKING NEWS

રાજકોટમાં વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમ રમેશ 9 દિવસના રીમાન્ડ પર: રિકન્ટ્રક્શન કરાવાશે

  • August 28, 2026 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં ૭૬ વર્ષીય વૃધ્ધાનું અપહરણ કરી દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધાના ચકચારી બનાવના આરોપી રમેશ વૈધુકિયાને કોર્ટમાં રજુ કરી પોલીસે રિમાન્ડની માગણી કરતા કોર્ટે નવ દિવસના રિમાંડ મંજુર કરતા ભક્તિનગર પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.


તા.૨૧ના રાજકોટ-ભાવનગર હાઈવે પર મોગલ માતાજીના મંદિર પાસે આજીડેમના કાંઠે મળેલા વૃધ્ધાના મૃતદેહ મામલે આજીડેમ પોલીસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. વૃધ્ધા સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી લાશને ફેંકી દેવામાં આવી હતી. આ અંગે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરતા હ્યુમન અને ટેક્નિકલ સોર્સ મારફતથી મળેલી બાતમીના આધારે સમગ્ર બનાવનો ભેદ ખુલ્યો હતો અને પોલીસે ગુનામાં સંડોવાયેલા રીક્ષાચાલક રમેશ બચુભાઈ વૈધુકીયા (ઉ.વ.૩૩, રહે.બ્રહ્માણી હોલની સામે,મચ્છાભાઈની હોટલ પાસે,કોઠારીયા રોડ) ને ઝડપી લઇ પુછપરછ હાથ ધરતા પોતે જ તા.19ના વૃધ્ધાને કુવાડવા રોડ પર આવેલ સાત હનુમાન મંદિર પાસેથી ઘરે પહોંચાડવાનું કહી રિક્ષામાં બેસાડી અલગ-અલગ જગ્યાએ રીક્ષા ઉભી

રાખી તેઓને શરીર પર ધોકા વડે માર કુટ કરી અર્ધબેભાન હાલતમાં આજીડેમના કિનારે લઈ જઈ રીક્ષામાં બળજબરી પુર્વક શારીરીક સંબંધ બાંધી મારઝુડ કરી મોત નિપજાવ્યું હતું. અને પુરાવાનો નાશ કરવા લાશને ઠેકાણે પાડવાના ઈરાદે કપડુ વીંટાળીને આજીડેમના કિનારે ફેંકી દઈ રીક્ષા લઈ ત્યાંથી નાશી ભાગી છૂટ્યો હતો અને કોઈએં ભનક ના આવે રીતે ફરીથી કામે લાગી ગયો હતો. બનાવની તપાસ ભક્તિનગર પોલીસને સોંપાતા પીઆઇ જે.ડી. પરમાર અને ટીમે આજે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેના નવ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. હાલ પોલીસે આરોપીનું રીકન્ટ્રક્શન કરવા તજવીજ હાથ ધરી સાત અનુમાનથી આજીડેમ સુધીના સીસીટીવીમાં જ્યાં જ્યાં આરોપી દેખાય છે તે પણ ફૂટેજ કબજે કરવા કવાયત હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application