મધ્ય પ્રદેશનું ઈન્દોર જેણે સતત આઠ વર્ષ સુધી દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ જાળવી રાખ્યો હતો. તે હવે આ સ્થાન પરથી હટી ગયું છે. મહારાષ્ટ્રના નવી મુંબઈએ ’સ્વચ્છ સર્વેક્ષણ’ 2025-26માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સુરત (ગુજરાત) બીજા ક્રમે અને વિજયવાડા (આંધ્ર પ્રદેશ) ત્રીજા ક્રમે રહ્યું છે. આ સાથે જ, ટોચના સ્થાને ઈન્દૌરના આઠ વર્ષના વર્ચસ્વનો અંત આવ્યો છે. જોકે, ક્રમાંકમાં આવેલા આ ફેરફારને શહેરના સ્વચ્છતા ધોરણોમાં ઘટાડા તરીકે જોવો યોગ્ય નથી. કારણ કે આ વર્ષના સર્વેક્ષણમાં શહેરોના મૂલ્યાંકન અને વર્ગીકરણની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 11 નવેમ્બર, 2026ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત એક સમારોહમાં ’સ્વચ્છ સર્વેક્ષણ’ પુરસ્કારો અર્પણ કયર્.િ આ સર્વેક્ષણની દસમી આવૃત્તિ હતી, જેમાં દેશભરના 4,751 શહેરી સ્થાનિક એકમોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી, ઈન્દૌર દેશમાં સ્વચ્છતાના એક આદર્શ ઉદાહરણ તરીકે જાણીતું છે. 2017માં પ્રથમ વખત સૌથી સ્વચ્છ શહેર જાહેર થયા પછી, ઈન્દૌરે સતત પોતાની સ્થિતિ મજબૂત કરી અને 2018, 2019, 2020, 2021 તથા 2022માં પણ આ ખિતાબ જાળવી રાખ્યો.
2023માં, સુરત (ગુજરાત) અને ઈન્દૌર સંયુક્ત રીતે પ્રથમ સ્થાને રહ્યા હતા. ત્યારબાદ, 2024-25ના ’સ્વચ્છ સર્વેક્ષણ’માં ઈન્દૌરે ફરી એકવાર પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. આમ, ઈન્દૌર સતત આઠ આવૃત્તિઓ સુધી દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં મોખરે રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 2024-25ના સર્વેક્ષણમાં ઈન્દૌર, સુરત અને નવી મુંબઈને એક નવી સુપર સ્વચ્છ લીગમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ લીગનો ઉદ્દેશ્ય ચોક્કસ શ્રેણીમાં સતત સારું પ્રદર્શન કરનારા શહેરોને બિરદાવવાનો છે. 2025-26માં, ઈન્દોરનો સમાવેશ ’મેન્ટર-મેન્ટી’ (માર્ગદર્શક-શિષ્ય) શ્રેણીમાં કરવામાં આવ્યો હતોજે સ્વચ્છતાના ક્ષેત્રે સાથે મળીને કામ કરતા શહેરોની જોડીઓ માટેની એક વર્ગીકરણ શ્રેણી છે.
આ શ્રેણીમાં, ઈન્દોરે તેના ભાગીદાર શહેર દેપાલપુર સાથે મળીને બીજું સ્થાન મેળવ્યું હતું.
મહારાષ્ટ્રમાં આવેલું નવી મુંબઈ તેના સુનિયોજિત શહેરી માળખા અને નાગરિક સુવિધાઓ માટે જાણીતું છે. આ શહેરની સ્વચ્છતા વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા નિયમિત દેખરેખ, અસરકારક કચરા વ્યવસ્થાપ્ન અને નાગરિકોની સક્રિય ભાગીદારી પર આધારિત છે.
નવી મુંબઈ મહાનગરપાલિકાએ ઘન કચરા વ્યવસ્થાપ્નના નિયમોના અમલીકરણ, રસ્તાઓ અને જાહેર સ્થળોની નિયમિત સફાઈ, તેમજ સ્વચ્છતા સંબંધિત ફરિયાદોના ત્વરિત નિરાકરણને અગ્રતા આપી છે.
રસ્તાઓ, ફૂટપાથ અને સ્કાયવોકની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ ઉપરાંત, જ્યાં લોકોની અવરજવર વધુ હોય તેવા જાહેર વિસ્તારોમાં નિયમિત સફાઈ અભિયાનો ચલાવવામાં આવે છે. નાગરિકો ’સ્વચ્છતા’ એપ્ના માધ્યમથી વહીવટીતંત્રને સ્વચ્છતા અંગેની ફરિયાદો કે સૂચનો પણ મોકલી શકે છે.
મહાનગરપાલિકાએ સ્વચ્છતા પ્રક્રિયામાં માત્ર પોતાના કર્મચારીઓ પર જ આધાર રાખવાને બદલે નાગરિકોને પણ સામેલ કરવાના પ્રયાસો કયર્િ છે. જોકે, નવી મુંબઈની સફળતાનું શ્રેય કોઈ એક જ પહેલને આપી શકાય તેમ નથી; પરંતુ આ સિદ્ધિ વિવિધ સર્વેક્ષણ માપદંડો પર શહેરના એકંદર પ્રદર્શનનું પરિણામ છે.