વાહન પાર્ક કરવા બાબતે બોલાચાલી થયા બાદ હથિયારધારી ટોળાંએ યુવાન અને તેના માતા પિતા પર હત્પમલો કર્યેા સાત વાહનોમાં તોડફોડ: સામાપક્ષે પણ ત્રણ ધોવાયા: સામસામે ફરિયાદના આધારે ૩૦ શખસો સામે ગુનો નોંધાયો
જેતપુરમાં નવાગઢ ખાટકીવાસ વિસ્તારમાં મોડી રાત્રિના સશસ્ત્ર ધીંગાણું ખેલાયું થયું હતું જેમાં તલવાર–પાઇપ વડે સામસામે હત્પમલો કરાતા મહિલા સહિત છ વ્યકિતઓને ઈજા પહોંચી હતી વાહન પાર કરવા બાબતે બોલાચાલી થયા બાદ ૨૪ શખસોનું ટોળું તલવાર સહિતના હથિયારો ધારણ કરી અહીં ધસી આવ્યું હતું અને અહીં રહેતા યુવાન તથા તેના માતા પિતા પર હુમલો કર્યેા હતો તેમજ સાત વાહનોમાં તોડફોડ કરી હતી. તો સામાપક્ષે થયેલા હુમલામાં ત્રણ યુવાનો ઘવાયા હતા. આ અંગે સામસામી ફરિયાદના આધારે પોલીસે ૩૦ શખસો સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં નવાગઢ ખાટકીવાસ વિસ્તારમાં રહેતા તોસિફ ઉર્ફે ભોપો ઈકબાલભાઈ લાખાણી (ઉ.વ ૩૦) નામના યુવાને ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓ તરીકે નજુ લાલુ, ધમા માકડ, વિપુલ લાલુ, સાગર પરમાર, અનિદ્ધ વાળા, સુજીત હરેશ મકવાણા, તણ પરમાર,રવિ વીકમાં અને મોન્ટુ બારોટ તેમજ ૧૪ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદીના ભાઈ વસીમને આરોપી સાથે વાહન પર કરવા બાબતે બોલાચાલી થઈ હોય દરમિયાન તે બાબતનો ખાર રાખી આરોપીઓએ રાતે તલવાર સહિતના હથિયારો સાથે અહીં ધસી આવી યુવાન તથા તેના માતા–પિતા પર હત્પમલો કરી તેમને ઈજા પહોંચાડી હતી. તેમજ અહીં યુવાનના ત્રણ વાહનોમાં તોડફોડ કરી ૩૭,૦૦૦ નુકસાન કયુ હતું. તેમજ શેરીમાં પડેલા અન્ય ચાર વાહનોમાં પણ તોડફોડ કરી આતકં મચાવ્યો હતો. હત્પમલામાં ઘવાયેલા યુવાન અને તેના માતા પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે યુવાનની ફરિયાદ પરથી જેતપુર ઉધોગનગર પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.
સામાપક્ષે જેતપુરમાં જાગૃતિનગર ગરબી ચોક પાસે રહેતા રવિભાઈ હાથીભાઈ (ઉ.વ ૨૬) નામના યુવાને જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં નવાગઢમાં ખાટકીવાસમાં રહેતા વસીમ ઉર્ફે ડીકૂ ઈકબાલભાઈ, તોફીક ઉર્ફે ભોપો ઈકબાલભાઈ, ઈકબાલભાઈ, શાહખ કારવા, નિઝામ લાખાણી અને સાહિલ લાખાણીના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના અઢી વાગ્યા આસપાસ તે જેતપુર બસ સ્ટેન્ડ પાસે આવેલ રજવાડી ચાની દુકાને તેના મિત્ર મોટુ ભાવેશભાઈ રેણુકા તથા રઘુભાઈ શેખવા સાથે ચા પીવા માટે ગયો હતો. તે વખતે નજુ લાલુ તથા ધમાભાઈ માકડ, વિપુલ લાલુ અને અનિદ્ધભાઈ તથા બીજા દશ શકશો બાઈક લઈને નીકળ્યા હતા ત્યારે નજુએ અહીં વાહન ઉભી રાખી કહ્યું હતું કે નવાગઢ ખાટકીવાસમાં રહેતા વસીમ સાથે મારે માથાકૂટ થયેલ છે આપણે ત્યાં જવાનું છે તમે સાથે આવો આમ વાત કરતા તેઓ પણ બાઈક લઇ તેની પાછળ ગયા હતા રાત્રે ત્રણેક વાગ્યે જેતપુર નવાગઢ ખાટકીવાસમાં વસીમના ઘરે પહોંચ્યા હતા.
દરમિયાન અહીં વસીમ તથા અન્ય આરોપીઓ ઘરની બહાર આવી બોલાચાલી કરવા લાગ્યા હતા. બાદમાં વાત ઉગ્ર બનતા તેઓએ લોખંડના પાઇપ લાવી હત્પમલો કરી દીધો હતો જેમાં જેમાં ફરિયાદી યુવાન રવિને હાથની કોણી તથા ડાબા પગના સાથળ પર ફ્રેકચર થઈ ગયું હતું યારે તેની સાથેના તેના મિત્ર મોન્ટુ રેણુકાને જમણા હાથની ટચલી આંગળીમાં ફ્રેકચર થઈ ગયું હતું અને તેમની સાથેના તણ પરમારને ડાબા પગના ઘૂંટણમાં ફેકચર થઈ ગયું હતું જે અંગે તેમણે જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમને પણ ગુનો નોંધ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅજમેરની હોટલમાં લાગેલી આગની જ્વાળામાં આવ્યું ભાવનગરનું દંપતિ
May 03, 2025 03:24 PMખાડીના પાણીમાં અકસ્માતે પડી જતા માચ્છીમારનું નિપજ્યુ મોત
May 03, 2025 03:21 PMવડવા, ચાવડીગેટ સહિતના વિસ્તારોમાં પોલીસ તપાસ
May 03, 2025 03:20 PMછાયા ચોકી રોડ પર અગાસી પરથી અકસ્માતે પડતા આધેડનું થયુ મોત
May 03, 2025 03:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech