મોટી મારડમાં પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો: ૨ મહિલા સહિત છ સામે ગુનો નોંધાયો

  • June 16, 2025 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીએ હુમલો કર્યા હતો. વાડીના રસ્તા પર માટી કેમ પાથરી છે કહી મારમારી ધમકી આપી હતી. આ અંગે પાટણવાવ પોલીસ મથકમાં બે મહિલા સહીત કુલ છ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધવવામાં આવી છે.


બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે રબારી શેરીમાં રહેતા ખેડૂત દિપકભાઈ કાનજીભાઈ કરોતરા(ઉ.વ ૨૯) એ પાટણવાવ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વાલા સીમડી ગામના વિરા લાખા કરોતરા, કિશોર વિરા કરોતરા, ભુપત વિરા કરોતરા, ભરત વિરા કરોતરા, લક્ષ્મીબેન પુંજા કરોતરા અને દેવાયબેન વિરા કરોતરાના નામ આપ્યા છે.


ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોટીમારડથી વાલા સીમડી ગામ તરફ જતા માર્ગ પર તેમની ખેતીની જમીન આવેલી છે. ગત તા. ૧૪/૦૬/૨૦૨૫ ના રોજ તે તથા તેના પિતા કાનજીભાઈ કરોતરા ખેતીની જમીને હતા. દરમિયાન શેઢા પાડોશી તેમજ કૌટુંબિક વિરા લખા કરોતરા ધસી આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તમે અહીં માર્ગ પર માટી કેમ કામ પાથરી છે કહી યુવાનના પિતા સામે ઝગડો કરી ઢીકાપાટુ મારમારી તેમને પછાડી દીધા હતાં. દરમિયાન યુવાન દોડીને વચ્ચે પડતા તેને પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો.


બાદમાં વિરાના પુત્રો કિશોર તેમજ ભુપત અને ભરત એમ ત્રણેય પણ ત્યા ધસી આવ્યા હતા અને બોલાચાલી તેમજ મારામારી કરવા લાગ્યા હતા. ત્યારબાદ પથ્થરના ઘા પણ કર્યા હતા. બાદમાં લક્ષ્મીબેન પુંજા કરોતરા અને દેવાયબેન વીરા કરોતરા લાકડી લઈને આવ્યા હતા. બાદમાં યુવાન અને તેના પિતા વાહન લઈને અહીંથી નીકળી ગયા હતાં. ત્યારે વિરા કરોતરા અને તેમના દિકરાઓએ હવે બીજી વાર હાથમા આવે એટલે જાનથી મારી નાખવા છે કહી ધમકી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News