શહેરના રૈયારોડ પર વિમાનગરમાં સગીર ઉપર રોનક શેખ અને તેની સાથેના અજાણ્યાએ પાઇપ વડે હુમલો કરતા માથાના ભાગે ઇજા થવાથી લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ રૈયારોડ પર નહેરુનગર, રજાનગર-3માં રહેતો અને ઘર નજીક જ ફૌજી રેસ્ટોરન્ટ ધરાવતો અનિક ઇમરાનભાઈ મામતી (ઉ.વ.17)ને પડોશમાં રહેતા રોનક રફીક શેખએ ફોન કરી વિમાનગરમાં સદગુરુ તીર્થધામ વાળી શેરીમાં બોલાવી તેની સાથેના અજાણ્યા શખ્સએ મળી સગીર ઉપર પાઇપ વડે હુમલો કરી આડેધડ ઘા મારતા માથા અને શરીરના ભાગે ઇજા થઇ હતી. સગીર ત્યાં જ ઢળી પડતા બનાવની કોઈએ પરિવારને જાણ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને સગીરને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી.
અનિકના કહેવા મુજબ હુમલો કરનાર રોનક વ્યાજવટાવનો ધંધો કરે છે, ચારેક દિવસ પહેલા હું ઘરેથી રેસ્ટોરન્ટએ જતો હતો ત્યારે રસ્તામાં રોનક મળ્યો હતો અને તારે વ્યાજે પૈસા જોઈતા હોય તો કહેજે આથી મારે પૈસા ની જરૂર નથી તેમ કહી હું નીકળી ગયો હતો. તે વાતનું મનદુઃખ રાખી આજે મને ફોન કરી ઘર પાછળ આવેલા વિમાનગરમાં આવવા માટે કહ્યું હતું. ત્યાં પહોંચતા ઝગડો કરી હુમલો કર્યો હતો. પોલીસે સગીરનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech