નાના વેપારીઓ અને નવા ધંધાની શરૂઆત કરનારા ઉદ્યોગસાહસિકો માટે જીએસટી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હવે વધુ સરળ અને ઝડપી બની છે. જીએસટી વિભાગ દ્વારા નાના વેપારીઓને ધ્યાનમાં રાખીને નવી સરળ રજીસ્ટ્રેશન યોજના અમલી બનાવવામાં આવી છે. સીજીએસટી નિયમોમાં નિયમ 14એ ઉમેરવામાં આવ્યો છે, જે અંતર્ગત પાત્ર વેપારીઓ આધાર ઓથેન્ટિકેશનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કયર્િ બાદ માત્ર ત્રણ કામકાજના દિવસમાં ઓનલાઈન જીએસટી રજીસ્ટ્રેશન મેળવી શકશે. આ અંગે જીએસટી એક્સપર્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીરવ ચોટાઈએ નવી જોગવાઈની વિગતો આપતાં વેપારીઓ માટે તેને ઉપયોગી ગણાવી હતી.
તેમના જણાવ્યા અનુસાર, 1 નવેમ્બર 2025થી અમલી બનેલી આ વ્યવસ્થા ખાસ કરીને નાના વેપારીઓ માટે તૈયાર કરવામાં આવી છે. જે વેપારીઓનું રજિસ્ટર્ડ વ્યક્તિઓને થતું વેચાણ એટલે કે બીટુબી વ્યવહારો પરનું માસિક જીએસટી રૂ.2.50 લાખથી વધુ ન હોય તેઓ આ સરળ રજીસ્ટ્રેશન યોજનાનો લાભ લઈ શકે છે. આ મયર્દિાની ગણતરી કરતી વખતે સીજીએસટી, એસજીએસટી, આઇજીએસટી અને સીઇએસએસ એમ ચારેય કરનો સમાવેશ કરવાનો રહેશે. નવી વ્યવસ્થાની સૌથી મહત્ત્વની વિશેષતા એ છે કે આધાર ઓથેન્ટિકેશન સફળ થયા બાદ અરજીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે અને પાત્ર અરજદારને ત્રણ કામકાજના દિવસમાં જીએસટી નંબર મળી શકશે.
અગાઉ રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં લાગતા સમયની સરખામણીએ આ વ્યવસ્થા નાના વેપારીઓ માટે રાહતરૂપ બની શકે છે. જોકે, આ યોજનામાં કેટલીક મયર્દિાઓ પણ નક્કી કરવામાં આવી છે. એક પાન નંબર પર એક રાજ્યમાં આ યોજના હેઠળ માત્ર એક જ જીએસટી રજીસ્ટ્રેશન મેળવી શકાશે. ઉપરાંત, જો વેપારનો વ્યાપ વધતાં રૂ.2.50 લાખની મયર્દિા વટાવે તો વેપારીએ ફોર્મ રજી.-32 મારફતે આ સરળ યોજનામાંથી બહાર નીકળીને સામાન્ય જીએસટી રજીસ્ટ્રેશન વ્યવસ્થામાં જવું ફરજિયાત રહેશે. ખાસ કરીને નવા વ્યવસાય શરૂ કરનારા નાના વેપારીઓ માટે આ યોજના આશીવર્દિરૂપ સાબિત થઈ શકે છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ બનવાથી સમયની બચત થશે અને વેપારીઓને પોતાના વ્યવસાય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળશે.