BREAKING NEWS

સૌરાષ્ટ્ર્રના ૧૨ ડેમમાં ૦.૧૦થી ૧.૫૦ ફૂટ સુધી નવા નીર; મોટા ભાગના ડેમ હજુ પણ ખાલી

  • August 06, 2026 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એકંદરે મેઘવિરામ વચ્ચે રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્ર્રના કુલ ૮૩ પૈકી ૧૨ ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૧૦ ફટથી ૧.૫૦ ફટ સુધી નવા નીરની આવક થઇ છે. અષાઢ માસમાં અમુક ડેમ ઓવરલો થયા પરંતુ અડધું ચોમાસું વિત્યા બાદ હજુ પણ મોટા ભાગના ડેમ અડધાથી વધુ ખાલી છે. રાજકોટ શહેરને પીવાનું પાણી પૂં પાડતા ત્રણ મુખ્ય જળ ક્રોત જેમાં ભાદર–૧ ડેમની સપાટી ૧૮.૭૦ ફટે પહોંચી છે અને કત ૨૫ ટકા ભરાયો છે. આજી–૧ ડેમની સપાટી ૨૧.૩૦ ફટે પહોંચી છે અને ૫૧.૫૪ ટકા ભરાયો છે. યારે ન્યારી–૧ ડેમની સપાટી ૧૬.૨૦ ફટે પહોંચી છે અને ૪૩ ટકા સુધી ભરાયો છે.
વિશેષમાં લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં રાજકોટ જિલ્લામાં આજી–૩માં ૦.૦૭ ફટ, ન્યારી–૨માં ૦.૧૬ ફટ, ફાડદગં બેટીમાં ૦.૧૬ ફટ, કરમાળમાં ૦.૩૩ ફટ, ભાદર–૨માં ૦.૧૬ ફટ અને માલગઢમાં ૦.૩૩ ફટ નવા નીરની આવક
નોંધાઇ છે.
યારે મોરબી જિલ્લામાં મચ્છુ–૧માં ૦.૪૬ ફટ, ડેમી–૧માં ૦.૧૩ ફટ, ડેમી–૨માં ૦.૩૩ ફટ, જામનગર જિલ્લામાં સપડામાં ૧.૪૪ ફટ સુધી નવા નીરની આવક થઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૮૩ પૈકી એક પણ ડેમ સાઇટ ઉપર વરસાદ નથી.
યારે આજે સવારની સ્થિતિએ ચાર ડેમના દરવાજા ખુલા છે જેમાં રાજકોટ જિલ્લામાં આજી–૨ના ત્રણ દરવાજા ૦.૦૭૫ મીટર સુધી, મોરબી જિલ્લામાં ધોડાધ્રોઇનો એક દરવાજો ૦.૦૨૫ મીટર સુધી, બ્રાહ્મણી–૨નો એક દરવાજો ૦.૩ મીટર સુધી, મચ્છુ–૩નો એક દરવાજો ૦.૦૭૫ મીટર સુધી ખુલો સહિતના ચાર ડેમનો સમાવેશ થાય છે.
યારે અન્ય ચાર ડેમ ઓવરલો થઇ રહ્યા છે જેમાં મોરબી જિલ્લાનો બ્રાહ્મણી ડેમ ૦.૦૬ મીટરથી ઓવરલો, સુરેન્દ્રનગર જિલ્લાનો વઢવાણ ભોગાવો–૨ (ધોળીધજા) ડેમ ૦.૦૩ મીટરથી ઓવરલો, વાંસલ ડેમ ૦.૦૨ મીટરથી ઓવરલો અને ત્રિવેણી ઠાંગા ડેમ ૦.૦૩ મીટરથી ઓવરલો યથાવત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application