ગુજરાતનો વાહન વ્યવહાર વિભાગ ટૂંક સમયમાં મોટર વાહન કાયદાના અમલીકરણને વધુ સશક્ત બનાવવા અને માર્ગ સલામતી વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ માટે "e-Detection" પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત, રાજ્યના નેશનલ હાઈવે અને માર્ગ અને મકાન વિભાગ હેઠળના તમામ ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોના PUC, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. જો આ દસ્તાવેજો પરિવહન પોર્ટલ પર અપડેટ ન હોય, તો વાહન માલિકને ઈ-ચલણ મોકલવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર "Ease of doing business" અને "Ease of living"ના ધ્યેયને સાકાર કરવા માટે આ પગલું ભરી રહી છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા "e-Detection" પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જે આગામી સમયમાં તમામ ટોલ પ્લાઝા પર લાગુ થશે.
વાહન વ્યવહાર કમિશનરની કચેરીએ ગુજરાત રાજ્ય અને રાજ્ય બહારના ટ્રાન્સપોર્ટરો તેમજ વાહન ચાલકો-માલિકોને તેમના વાહનના PUC, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા દસ્તાવેજો પરિવહન પોર્ટલ પર અપડેટ રાખવા જણાવ્યું છે. જો કોઈ દસ્તાવેજ અપડેટ ન હોય, તો તેને સાત દિવસમાં અપડેટ કરાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. આ પગલું ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે પારદર્શિતા લાવવામાં અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech