સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અને યુનિવર્સિટી કેમ્પસ પર આવેલા ભવનોમાં લાંબા ઉનાળુ વેકેશનનો આવતીકાલથી અંત આવશે. નવું શૈક્ષણિક સત્ર આવતીકાલથી શરૂ થશે પરંતુ કોલેજો અને ભવનોમાં સંખ્યાબંધ જગ્યાઓ ખાલી હોવાના કારણે વિદ્યાર્થીઓની હાજરી અગાઉના વર્ષોની સરખામણીએ આ વર્ષે ઓછી જોવા મળશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની 13 સરકારી યુનિવર્સિટીઓમાં સતત બીજા વર્ષે જીકાસ મારફત એડમિશન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અંડર ગ્રેજ્યુએટની 86 હજાર જેટલી સીટ છે તેમાંથી પ્રથમ રાઉન્ડના અંતે 21,542 બેઠકો ભરાય છે અને તે ઇન્ટેકના માત્ર 25% જેટલી થવા જાય છે.
સરકારી યુનિવર્સિટીઓ અને તેને સંલગ્ન કોલેજોમાં ફરજિયાત રીતે જીકાસ પોર્ટલ મારફત એડમિશન આપવામાં આવ્યા છે. જ્યારે ખાનગી યુનિવર્સિટીઓમાં આવા કોઈ નિયંત્રણ ન હોવાના કારણે મોટાભાગની ખાનગી યુનિવર્સિટીમાં ઇન્ટેક કેપેસિટી કરતા અનેકગણાં વધુ એડમિશન આપી દેવાયા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે હજુ બે રાઉન્ડ યોજવામાં આવશે પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓએ ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધા હોવાથી આ બે રાઉન્ડ પછી પણ પરિસ્થિતિમાં ખાસ સુધારો થાય તેવી શક્યતા ઓછી છે.
માત્ર વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાની એકમાત્ર સમસ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની સરકારી યુનિવર્સિટીઓને નડતી નથી, પરંતુ નવા કાયદા અને યુનિવર્સિટીમાં તેની અમલવારી માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. જુદી જુદી વિદ્યા શાખાઓના ડીનને અભ્યાસક્રમ ઘડતર, વિદ્યાર્થીઓના વિકાસને લગતી પ્રવૃત્તિઓ જેવી પાયાની કામગીરી પણ બાકી છે. અનેક કોલેજોમાં આચાર્યો નિવૃત્ત થયા હોવાથી તેની જગ્યાએ નવી ભરતી કરવાના બદલે ઈન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. આ બાબત પણ ઘણી અસર કરી જશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 23 ના રોજ પુરક પરીક્ષા લેવામાં આવનારી છે અને તેમાં થયેલા વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓ પોતાની કોલેજમાં એડમિશન લેશે તેવી આશામાં હજુ કોલેજ સંચાલકો બેઠા છે. પરંતુ આ પરીક્ષા લેવાયા પછી પરિણામ જાહેર થાય અને કોલેજમાં એડમિશન લેવાય ત્યાં સુધીમાં કમ સે કમ જૂન મહિનો પૂરેપૂરો પસાર થઈ જશે તેવું લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech