ખંભાળિયા તાલુકાના સલાયા ગામેથી પોલીસે ગતરાત્રે જાહેરમાં તીનપતિ નામનો જુગાર રમી રહેલા આમીન ઉર્ફે જાયલી અબ્બાસ સુંભણીયા અને આમીન ઈબ્રાહીમ ગંઢારને ઝડપી લીધા હતા.
ભાણવડ પોલીસે આદમ ઉર્ફે અદુડો ઇબ્રાહીમ હિંગોરાને વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લીધો હતો. કલ્યાણપુર પોલીસે ભાટીયા ગામેથી મોડી રાત્રે લખુભાઈ દેવાભાઈ આહીરના રહેણાંક મકાનમાં દરોડો પાડી, નાલ ઉઘરાવીને રમાડતા જુગારમાં મહિલાઓ સહિત છ વ્યક્તિઓને મુદ્દામાલ સાથે ઝડપી લઈ, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
દ્વારકામાં આવતા યાત્રિકોની ઓનલાઈન એન્ટ્રી ન કરીને જાહેરનામાનો ભંગ કરતા 11 સામે ગુનો
યાત્રાધામ દ્વારકા સહિતના વિસ્તારોમાં હોટેલ, ગેસ્ટ હાઉસ અને હોમ સ્ટેમાં આવતા બહાર ગામના યાત્રિકોની પથિક સોફ્ટવેરમાં ઓનલાઈન એન્ટ્રી કરવી ફરજિયાત છે.
આ અંગેના જાહેરનામાને અવગણીને નિયમ મુજબ પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરવા સબબ દ્વારકામાં જલારામ હોમ સ્ટેના સંચાલક ભીખુભાઈ વિરાણી, પરસોત્તમ ભવનના સંચાલક હિતેશભાઈ કણજારીયા, મધુડિયા હોમ સ્ટેના સંચાલક ભાવેશભાઈ મધુડિયા, રીશી હોટલના સંચાલક રાહુલ ચોપડા, ભાગ્યોદય હોમ સ્ટેના સંચાલક ઘનશ્યામભાઈ ડાભી, નવ્યા ભવનના મનીષભાઈ પરમાર, ઓમ શાંતિ ભવનના સંચાલક નરશીભાઈ કણજારીયા, વછરાજ ભવનના સંચાલક કરમણભાઈ ગુજરીયા, ક્રિષ્ના ભવનના સંચાલક રણમલભા માણેક, દ્વારકાધીશ હોમ સ્ટેના શિવદાન ગઢવી અને હરજોગ હોમ સ્ટેના હરજોગભાઈ ગુજરીયા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.