પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીર (પીઓકે)ના રાવલકોટમાં સ્થિતિ અત્યતં ગંભીર બની ગઈ છે. સ્થાનિક લોકોના વિરોધ પ્રદર્શન પર પાકિસ્તાની સુરક્ષા દળો દ્રારા કરવામાં આવેલા કથિત ગોળીબાર બાદ ભારે હિંસા ફાટી નીકળી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે અને ઈન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.રાવલકોટમાં પોતાની વિવિધ માંગણીઓને લઈને સ્થાનિક લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાની સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર કથિત રીતે ગોળીબાર શ કરી દીધો હતો. જોઇન્ટ આવામી એકશન કમિટીના જણાવ્યા અનુસાર, આ ગોળીબારમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૯ લોકોના મોત થયા છે, યારે અન્ય અહેવાલોમાં મૃત્યુઆકં આનાથી પણ વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. કમિટી દ્રારા જાહેર કરાયેલી યાદી મુજબ મૃતકોમાં ઉસ્માન નઝીર, કાશિફ, મોહમ્મદ ઇબ્રાહિમ, અરસલ અસગર, હનીફ મોહમ્મદ બશીર, વસીમ અફઝલ, બાબિત શાહ અને સાબિર ખાન સામેલ છે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના ૪૮મા દિવસે, ૨૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ રાવલાકોટમાં સ્થિતિ હિંસક બની છે. પ્રદર્શનકારીઓ અને પાકિસ્તાની સરકાર વચ્ચે થયેલી વાટાઘાટો નિષ્ફળ જતા, ૯ જૂનથી રાવલાકોટના ઈદગાહ મેદાનમાં ધરણા પર બેઠેલા લોકો તેમજ અન્ય વિસ્તારોમાંથી આવેલા લાખો લોકો મુઝફરાબાદ તરફ કૂચ કરવા નીકળ્યા હતા.અહેવાલો મુજબ, ઈદગાહ મેદાનથી લગભગ દોઢ કિલોમીટર દૂર ચિનાર ચોક નજીક પહોંચતા જ પાકિસ્તાની રેન્જર્સ અને ફ્રન્ટિયર કોપ્ર્સના જવાનોએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર શ કર્યેા. બીજી તરફ, પંજાબ પોલીસ અને પીઓકે પોલીસે ભીડને વિખેરવા માટે આંસુગેસના શેલ છોડા હતા. પ્રદર્શનકારીઓનો દાવો છે કે લગભગ દોઢ કલાક સુધી કકીને ગોળીબાર ચાલુ રહ્યો, જેમાં એકે–૪૭ જેવી ઓટોમેટીક રાઇફલનો ઉપયોગ થયો હતો.સ્થાનિક દાવાઓ અનુસાર, ગઈકાલે રાત્રે લગભગ ૮:૩૦ વાગ્યા સુધીમાં ૧૧ લોકોના મોતની પુષ્ટ્રિ થઈ હતી અને ૩૮થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. મૃત્યુઆકં વધવાની શકયતા પણ વ્યકત કરવામાં આવી રહી છે. ગોળીબાર દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ આંતરરાષ્ટ્ર્રીય મીડિયા અને માનવાધિકાર સંસ્થાઓને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.