દેશભરમાં સાયબર ફ્રોડ આચરવા માટે બેન્ક એકાઉન્ટ કમિશનથી ભાડે રાખી ફ્રોડના નાણા તેમાં જમા કરાવ્યા બાદ વિદેશના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા સાયબર માફિયાઓ તેમજ બેન્ક એકાઉન્ટ હોલ્ડરોને શોધી કાઢી તેમના વિધ્ધ ગુના દાખલ કરાવવા રાજકોટ સહિત રાયભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ ઝુંબેશ શ કરી છે ત્યારે ગઈકાલે છ એકાઉન્ટ હોલ્ડરો, કમિશન એજન્ટો વગેરે મળી કુલ ૧૭ આરોપીઓ સામે છ ગુના દાખલ કરી બહાર આરોપીઓની ધરપકડ કર્યા બાદ વધુ ૨૦ સામે ૯ ગુના નોંધી રાજકોટ સાયબર ક્રાઇમ ટીમે તપાસનો ધમધમાટ શ કર્યેા છે.
રાજકોટના છ એકાઉન્ટમાં અંદાજે ા. ૪૫ લાખનાં ટ્રાન્જેકશન થયા હતા, વધુ ગુના નોંધાશે
સાયબર ક્રાઈમ સુત્રો માંથી મળતી વિગતો મુજબ અલગ અલગ રાયોમાં ૨૧ કરોડનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે તે પૈકી રાજકોટના ૬ બેન્ક ખાતામાં ૪૫ લાખ ફ્રોડના નાણા ટ્રાન્સફર થયા હતા જે પૈકી ૧૭ સામે ગુનો નોંધાયા બાદ ૧૨ ની અટકાયત કરવામાં આવી હતી.
વધુમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઇ જે.એમ કૈલા પીઆઇ ઝણકાટ, પીઆઈ ગીલવા, પીઆઇ ડોબરીયા પી એ જાડેજા તેમજ સાયબર વિભાગની અલગ અલગ ટીમો દ્રારા વધુ ૯ ગુના દાખલ કરી કુલ ૯ બે એકાઉન્ટ ધારક સહિત ૨૨શખ્સો સામે કાર્યવાહી શ કરી છે
પ્રથમ ગુનામાં આરોપી ગની ડાંગસીયા ઉપરાંત શાહનવાઝ ઈકબાલભાઈ હાસમાણી રહે. રાજીવનગર, બજરંગવાડી વાળા આરોપી શાહનવાઝે સાગરિત ગનીને બેંક ખાતુ ભાડે આપતા તેમાં ૫ લાખ નાખ્યા હતા. બાદમાં ૪,૯૭,૫૦૦ ઉપાડી લીધા હતા. જેમાં તેને ૨૫૦૦નું કમીશન મળ્યુ હતું.
બીજા ગુનામાં આરોપી સુમિત બારૈયા ઉપરાંત જયેશ પ્રવિણભાઇ પરમાર રહે.પો.હેડકવાર્ટર સામે, જામનગર રોડ અને આરોપી સાગર વાઘેલા રહે. શિતાજી ટાઉનશીપ સામે ગુનો નોંધાયો છે. જયેશએ આરોપી સાગરને બેંક કીટ આપી હતી.તેમજ પ્રવીણ પરમારે આરોપી સુમીતને ખાતાની પુરેપુરી કીટ આપી હતી. જેમાં તેને ૧ હજાર આપ્યા હતા. સુમીતે ફ્રોડના નાણા મેળવવા તેને ૩ હજાર અપાયા હતા.
ત્રીજા ગુનામાં આરોપી કૈલાશ દિનેશભાઈ ઉભડીયા રહે. બંને બેડી ગામ સામે ગુનો નોંધાયો છે. જેમાં આરોપી કૈલાશે હિરેન પ્રવીણભાઈ સોલંકી ઉંમર વર્ષ ૨૦ રહે મોરબી હાઇવે બીડી ગામના ખાતામાં બેંક ફ્રોડનાં ૬.૪૦ જમા થતા હિરેન પ્રવીણભાઈ સોલંકી એ પિયા વિથડ્રો કરી લીધા હતા.
ચોથા ગુનામાં આરોપી અમીન ઇકબાલભાઈ પઠાણ રહે ગંજીવાડા શેરી નંબર ૧૪ અને સમીર આરીફભાઈ ખપીયાણી રહે. બંને ગંજીવાડા સામે ગુનો નોંધાયો છે જેમાં અમીન પઠાણ એ તેનાં મિત્ર સમીર ખપીયાણી ને બેંક ખાતાની કીટ આપી હતી. જેમાં તેને પ હજાર અપાયા હતા.
પાંચમાં ગુનામાં વિપુલ મગનભાઈ ગોહેલ રહે.વેલનાથ પાર્ક, કોઠારીયા રોડ અને આરોપી અજય રાજેશભાઈ લખતરીયા રહે.રેલનગર સામે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યેા છે. જેમા જણાવ્યું કે, ખાતાધારક વિપુલે તેના મિત્ર આરોપી અજયને બેંક ખાતું આપ્યું હતું. જેમાં ૧૮.૦૫ લાખ ફોડના નાણા મેળવી વિડ્રો કર્યાનું ખુલ્યું હતું.
છઠ્ઠા ગુનામાં આરોપી ભાવીન ઘનશ્યામભાઈ ધર્માણી ઉ.વ.૨૩, રહે, પરસાણા નગર, જામનગર રોડ અને ધર્મેશ ગોસ્વામી ઉર્ફે ડી.કે. રેલનગર સામે ગુનો દાખલ કરાયો છે. જેમાં ખાતા ધારક ભાવીનના ખાતામાં ધર્મેશે ફ્રોડનાં ૪.૮૪ લાખ મેળવી વિડ્રો કરી લીધા હતા.
સાતમાં ગુનામાં આરોપી જીજ્ઞેશ કિશોરભાઈ લાંધણોજા રહે.માં કોમ્પલેક્ષ, સાધુવાસવાણી કુંજ રોડ, રેલનગર, આરોપી લલીત પ્રવિણચદ્રં ધાનક રહે.સંકલ્પસિધ્ધ અપાર્ટમેન્ટ, રેલનગર અને પરેશ પટેલ રહે. મોરબી સામે ગુનો નોંધાયો છે. જેમાં જીજ્ઞેશના અને લીલીતનાં બેંક ખાતામાં પ્રોપરાઈટર છે. આરોપી પરેશ તેના ખાતામાં નાણા નાખતો હતો. બંનેને ૧ લાખ પીયાએ ૫૦ પીયાનું કમીશન મળતું હોવાનું જણાવ્યું હતું.
આઠમાં ગુનામાં આરોપી ભાવિન ઘનશ્યામભાઈ ધર્માણી ઉમર ૨૩ રહે પરસાણા નગર અને ધર્મેશ ગોસ્વામી ઉર્ફે ડીકે, રહે રેલનગર સામે ગુનો દાખલ કરાયો છે. જેમાં આરોપીઓએ બેંક ખાતામાં ૬.૫૯ લાખ મેળવી ચેક અને એ.ટી.એમ. થી પિયા વિડ્રો કરી લીધા હતા.
નવમાં ગુનામાં આરોપી શિશુ ભૂષણ ભાસ્કરભાઈ દવે ઉંમર ૫૩ રહે નો આલાપ એવન્યુ નાણાવટી ચોક અને રાવલ અમૃતભાઈ અશોકભાઈ બ્લોક નંબર ૪ સત્યમ પાર્ક ૮૦ ફુટ રોડ વાળા આરોપીઓએ બેન્ક એકાઉન્ટ માં જમા થયેલા ફ્રોડના ૧૭.૫૦ લાખ ચેકથી વીડ્રો કરી લેતા તેની સામે ગુનો નોંધાયો હતો