BREAKING NEWS

ઉનાના ચીખલી ગામે બે પરિવાર વચ્ચે ધિંગાણુ નવ લોકો ઘવાયા

  • May 14, 2026 09:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના તાલુકાના ચીખલી ગામે રહેતા અને માછીમારીનો ધંધો કરતા મહેશભાઈ કાનાભાઈ વંશએ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તે અને તેમનો પિતરાઈ ભાઈ સંતોષ ઉર્ફે જયદીપ ઓઘડભાઈ સાથે ચીખલી ગામે આવેલા બસ સ્ટેશન પાસે સોડા પીવા ગયા હતા ત્યારે ચીખલી ગામના વિજય રામશીભાઈ ચૂડાસમા આવી જેની સાથે એક વરસ પહેલાં મહેશભાઈ સાથે મકાન બાબતે બોલાચાલી થઈ હતી તે બાબતે મનદુ:ખ રાખી જેમ ફાવે તેમ  ગાળો કાઢી હતી ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ જાનથી મારી નાખવાના ઈરાદે આરોપી વિજય રામશી, કમલેશ સરમણ સોલંકી, રામશી ભગવાન ભાઈ ચૂડાસમા, અજય રામસી , શાંતુબેન રામશી, રહે. તમામ ચીખલી એક સપં કરી ગેરકાયદેસર મંડળી રચી છરી, લોખંડનો પાઇપ અને છુટ્ટા પથરો લઈ હત્પમલો કર્યેા હતો હત્પમલામાં મહેશભાઈને માથામાં, ડાબા પગમાં, વાંસામાં ઈજાઓ પહોંચી હતી અને બચાવવા પડેલ ફરિયાદીના પિતા કાનાભાઈ ભગવાનભાઈ વંશને માથામાં, માતા પાંચીબેન, સંતોષ ઉર્ફે જયદીપ, સુનિલભાઈને ઈજાઓ પહોંચાડી હતી. તમામને સારવાર માટે ઉના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
યારે સામા પક્ષે વિજયભાઈ રામશીભાઈ ચૂડાસમાએ પણ આરોપી મહેશ કાનાભાઈ વંશ, કાના ભગવાનભાઈ વંશ, સંજય કાનાભાઈ વંશ, સંજય લખમણભાઈ વંશ, સોનલબેન ગોવિંદભાઈ બાંભણિયા, પાંચીબેન કાનાભાઈ વંશ, રવિ ડફર વશં રહે. ચીખીલવાળાઓએ ગેરકાયદેસર મંડળી રચી છરી, પાઇપ, ધારિયુ,ં છુટ્ટા પથ્થર લઈ એક વરસ પહેલાં મહેશભાઈ ભગવાનભાઈ વંશના ઘર પાસે મકાન બનાવવા બાબતે મનદુ:ખ રાખી હથિયારો વતી હત્પમલો કર્યેા હતો. જેમાં વિજયભાઈ, કમલેશ સરમણને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. પોલીસે બન્નેની ફરિયાદ નોંધી વધુ તપાસ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જી. જે. પરમાર કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News