ગુજરાત લોકસભાની ૨૬ બેઠકમાંથી ૧૫ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવા માં આવી છે કોઈ અસંતોષ કે નારાજગીનો માહોલ ઊભો થયો નથી પ્રથમ યાદીમાં સિનિયર નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી પોતે મહેસાણા લોકસભા બેઠક માટે દાવેદારી પાછી ખેંચી રહ્યા છે. તેવી જાહેરાત કરતા અનેક તર્ક જન્મ્યા છે .
મહેસાણા લોકસભાની બેઠક માટે ભાજપ તરફથી પોતાની ઉમેદવારી પરત ખેંચવા અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટમા જણાવી દીધુ છે કે મહેસાણાની લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે પોતે કેટલા કારણોસર ઉમેદવારી નોંધાવી હતી પરંતુ ૧૫ લોકસભા સીટના ઉમેદવાર જાહેર થયા પછી મહેસાણા માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાઓ ચાલુ છે તેથી હવે હું મારી દાવેદારી પરત ખેંચી રહયો છું.
અત્રે નોંધવું જરૂરી છે કે પાટીદારોનો ગઢ ગણાતા મહેસાણા લોકસભા બેઠક માટે નીતિન પટેલ ઉપરાંત ૩૫ થી ૪૦ લોકોએ પોતાના દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળે છે નેતૃત્વ ઉમેદવારોની પસંદગી ને લઈને અવઢવ અનુભવી રહ્યો છે અને પોતે હરીફાઈ માંથી ખસી જવાનું મુનાસીબ માન્યુ છે ભાજપ નેતૃત્વ ના ઈશારા પછી જ પટેલે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે અગાઉ ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઉમેદવાર પ્રક્રિયા વખતે પટેલે પણ પોતાની ચૂંટણી નહીં લડે તેવી પ્રતિક્રિયા આપીને ખસી ગયા હતા.
બિન સત્તાવાર સુત્રો માંથી મળતી માહિતી અનુસાર રાજકોટની બેઠક માટે પુરુષોત્તમભાઈ રૂપાલાના નામની જાહેરાત કરવામાં આવી હતી અને આ કદાવર નેતા આગામી કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન પામે તો કડવા પાટીદાર નેતા તરીકે તેમનું નામ આગળ રહે છે તો નીતિન પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી હોવાના દાવે ચૂંટણી જીતી ગયા પછી મંત્રી પદ માટે દાવેદારી કરી શકે છે તેવા સંજોગોમાં હાઈ કમાન્ડ દ્વારા બે કડવા પાટીદાર નેતાની પસંદગી બાબતમાં કોઈપણ પ્રકારની નારાજગી ઊભી ન થાય તેવા હેતુથી જ નીતિનભાઈ પટેલ પાસે ઉમેદવારી પરત ખેંચાવી હોવાનું ચર્ચા એ રહ્યું છે.
હાલ રાજકારણની ગલીયારીઓમાં ચાલતી ચર્ચા મુજબ આ અગાઉ નીતિન પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે આરુઢ થાય તેવા સંકેત હતા ત્યારે તેમને નાયબ મુખ્યમંત્રી બનાવી દેવાયા હતા. વિધાનસભાની ચૂંટણી વખતે પણ તેમણે ચૂંટણી નહીં લડવાનું નિર્ણય જાહેર કર્યો હતો. આ વખતે દાવેદારી નોંધાવ્યા પછી તેમને સોશિયલ મીડિયાના મારફતે ઉમેદવારી પરત ખેંચી રહ્યાની જાહેરાત કરીને હાય કમાન્ડર ના નિર્ણયને માથે ચડાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech