લોકમેળામાં ચકરડી માટેની એસ.ઓ.પી.માં કોઈ ફેરફાર કરાયો નથી; કલેક્ટર
લોકમેળામાં ચકરડી માટેની એસ.ઓ.પી.માં કોઈ ફેરફાર કરાયો નથી; કલેક્ટર
July 23, 2026 02:48 PM
રાજકોટ કલેકટરે આજરોજ કરેલી પ્રેસ વાર્તામાં લોકમેળા, મગની ખરીદી, વરસાદ, ઇશ્વરીયા પાર્ક, ઘાસચારો, ડેમની સ્થિતિ સહિતના મુદ્દે મહત્વપૂર્ણ માહિતી આપી છે.આ તકે કલેકટરે ડો. ઓમ પ્રકાશે જણાવ્યું છે કે, રાજકોટમાં આયોજિત આગામી લોકમેળામાં લોકોની સુરક્ષાને ધ્યાને લઈને કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. તંત્ર તેના માટે તૈયારીઓ કરી રહ્યું છે. તેમજ ચકરડિઓના સેફ્ટી નોર્મસમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પાછલા વર્ષે જે એસઓપી હતી તે મુજબ જ આ વર્ષે નિયમો રાખવામાં આવ્યા છે. લોકમેળાના નામ માટે ૪૩૬૫ જેટલા સજેશન આવ્યા છે. મેળામાં કુલ ત્રણ જેટલા ડિઝાસ્ટર રૂટ બનાવવામાં આવ્યા છે જેમાં નક્કી કરેલા વાહનોને જ પ્રવેશ મળશે. તેમજ એક સેન્ટ્રલ કંટ્રોલરૂમ કાર્યરત રહેશે જેમાં તમામ વિભાગના અધિકારીઓ એક જગ્યાએ જ હશે. સુરક્ષાને ધ્યાને લઈને વિશેષ ડ્રોન અને એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધીમાં લોકમેળા માટેના ૨૧૨ જેટલા વિવિધ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. મેળામાં ઇન્ડિયન નેવીનો એક બેન્ડ અને અન્ય કલાકારો પ્રફોર્મ કરશે જે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.