BREAKING NEWS

સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને પિરસાયું ચિકન-મટન, સુરતની ઘટનાથી ગુજરાતભરમાં ખળભળાટ

  • October 12, 2025 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતની સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચિકન-મટન પિરસાતા હોબાળો મચી ગયો છે. આ ઘટનાથી ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયો છે. સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા ગેટ ટુ ગેધર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.


મળતી માહિતી મુજબ, ગોડાદરા વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દિનદયાલ પ્રાઇમરી સ્કૂલ નંબર 342 અને 351 આવેલી છે. જેમાં આજે સ્કૂલના 1987થી 1991ના ધોરણ સાતના વિદ્યાર્થીઓનું ગેટ-ટુ ગેધર રવિવારના દિવસે સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું. 38 વર્ષ બાદ આ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્કૂલમાં એકઠા થયા હતા અને ગેટ-ટુ ગેધર યોજાયું હતું. આ ગેટ-ટુ ગેધરની અંદર ચિકન અને મટનની પાર્ટી રાખવામાં આવી હતી. આ ગેટ-ટુ ગેધરની અંદર સ્કૂલના પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા હતા.


પાલિકા સંચાલિત સરકારી સ્કૂલમાં અને શિક્ષાના ધામમાં નોનવેજ પેરસવામાં આવ્યું હોવાનું ફોટો અને વીડિયો સામે આવ્યા હતા. શિક્ષકો, સ્ટાફ અને પ્રિન્સિપાલ સહિતના તાળા મારીને ફરાર થઈ ગયા હતા. આ સાથે જ જે ચિકન અને મટનનું મટિરિયલ વધ્યું હતું, તેને એક રૂમમાં મૂકી દેવામાં આવ્યું હતું.


સ્કૂલની અંદર નોનવેજ પીરસવામાં આવ્યું હોવાની માહિતી બહાર આવતા જ હોબાળો મચી ગયો હતો. તેલુગુ સમાજના ધોરણ સાતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ આ કાર્યક્રમની અંદર સ્કૂલના પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા હતા. હાલ તો આ મામલે શિક્ષણ સમિતિ દ્વારા કોઈપણ પ્રકારનું નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application