BREAKING NEWS

ઉત્તર ભારતની જેલો બની રહી છે ખાલિસ્તાની આતંકીઓ માટે ભરતી કેન્દ્રો: સ્ફોટક ચેતવણી

  • September 29, 2026 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર ભારતની જેલો બની રહી છે ખાલિસ્તાની આતંકીઓ માટે ભરતી કેન્દ્રો: સ્ફોટક ચેતવણી

ગુચર એજન્સીઓ દ્રારા ઉત્તર ભારતની જેલોની સુરક્ષાને લઈને એક અત્યતં ચોંકાવનારી અને ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. પ્રતિબંધિત ખાલિસ્તાની આતંકવાદી સંગઠન 'સિકખ ફોર જસ્ટિસ' દ્રારા જેલોની અંદર રહીને જ નવા ઓપરેટિવ્સ અને યુવાનોની ભરતી કરવાનું મોટું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે આ પાછળ પાકિસ્તાનની ગુચર એજન્સી આઈએસઆઈ દ્રારા સંચાલિત 'ડેડ–ડ્રોપ' પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ મુજબ, ઉત્તર ભારતની વિવિધ જેલો હવે ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવવાની સાથે–સાથે ખાલિસ્તાની વિચારધારા ફેલાવવાના અને આતંકવાદી ભરતીના મુખ્ય કેન્દ્રો બનતી જઈ રહી છે. તાજેતરમાં જ પંજાબ અને આસપાસના વિસ્તારોમાંથી પકડાયેલા કેટલાક શંકાસ્પદ ઓપરેટિવ્સની કડક પૂછપરછ દરમિયાન આ ચોંકાવનારી વિગતો બહાર આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, પટિયાલા જેલમાં સજા કાપી ચૂકેલા એક ગુનેગારે પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તે જેલની અંદર જ આ ખાલિસ્તાની નેટવર્કના સંપર્કમાં આવ્યો હતો. એટલું જ નહીં, તેને જેલની સલામત દીવાલોની અંદર જ પ્રતિબંધિત સંગઠનના મુખ્ય આતંકવાદી ગુરપતવતં સિંહ પન્નુનો સીધો સંપર્ક નંબર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો, જેના દ્રારા તે વિદેશમાં બેઠેલા આતંકવાદી હેન્ડલર્સના સંપર્કમાં રહેતો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News