BREAKING NEWS

નવા મંત્રી મંડળમાં રાજકોટનો કાંકરો કાઢી નખાયો: કોંગ્રેસનો દાઝ્યા પર ડામ

  • October 17, 2025 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજયગુરુ, પૂર્વ કોર્પોરેટર ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણી અને વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠિયાએ ગુજરાત સરકારના મંત્રીમંડળના પુનઃગઠનમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જે રીતે રાજકોટ શહેરમાંથી એકપણ ધારાસભ્યને લાયક ન ગણી સરકારમાં પ્રધાન બનાવવામાં આવ્યા નથી અને એકમાત્ર કેબિનેટ કક્ષાનિ મહીલા પ્રધાન ભાનુબેન બાબરીયા હતા તેમને પણ તેમની કામગીરીના મુલ્યાંકનના આધારે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે, ત્યારે ઈતિહાસમાં પહેલી વખત રાજકોટ શહેર લાયકાત વગર ચૂ઼ંટાયેલ ધારાસભ્યના કારણે મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ વિહોણુ થયું છે. 


રાજકોટ શહેરના એકપણ ધારાસભ્ય મંત્રી મંડળને લાયક રહ્યા નથી

કેશુભાઈ પટેલ, ચિમનભાઇ શુક્લ, વજુભાઈ વાળા, વિજયભાઈ રૂપાણી જેવા દિગ્ગજ નેતાઓ અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યાંથી ચૂંટાયેલ એ રાજકોટ શહેરના એકપણ ધારાસભ્ય મંત્રી મંડળને લાયક રહ્યા નથી, એવો સ્પષ્ટ સંદેશ ભાજપના શિરસ્થ નેતૃત્વએ આપી દીધો છે. ત્યારે અગામી દિવસોમાં આવા નેતાઓને રાજકોટની જનતાને પણ અયોગ્ય ઠેરવી ભ્રષ્ટાચાર મુક્ત રાજકોટ, તાનાશાહી મુક્ત રાજકોટ, રાજકોટની ટ્રાફિક સમસ્યાઓ, ગુન્હાઓ, દારૂ-જુગાર નશીલા પદાર્થના બેરોકટોક વેચાણ, ક્રિકેટ સટ્ટો, સામાન્ય બાબતે થતા જીવલેણ હુમલાઓ, દર ચોમાસે ઉભરાતી ગટરો અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ ઉબડખાબડ રોડ રસ્તાઓ, દરેક કામમાં ભ્રષ્ટાચાર, પછી તે કોર્પોરેશન હોય કલેક્ટર તંત્ર કે પોલીસ તંત્ર કે આરોગ્ય વિભાગ ભાજપનો એકપણ પ્રતિનિધી પ્રજાના મુદ્દાઓ ઉપર નક્કર કામ કરવા કે બોલવા તૈયાર નથી, ત્યારે અગામી ચુંટણીઓમાં પ્રજા આવા નેતાઓને ચોક્કસ જાકારો આપશેજ. હાલ તો રાજકોટ ભાજપના નેતાઓમા કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ છે, પરંતુ આખરે તો મજબૂત પ્રતિનિધિત્વનું નુકશાન જનતાને અને શહેરના વિકાસને ચોક્કસ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application