ભારતમાં વાયુ પ્રદૂષણનું સંકટ હવે માત્ર સ્વાસ્થ્ય પૂરતું મર્યિદિત રહ્યું નથી, પરંતુ તે ઝડપથી ઉત્પાદકતા સંબંધિત એક મોટી સમસ્યા બની રહ્યું છે. આ પ્રદૂષિત હવાને કારણે દેશને ભયાવહ આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખરાબ હવાની અસર હવે માત્ર હોસ્પિટલોના બિલ સુધી સીમિત નથી, પરંતુ તે સીધી રીતે દેશની જીડીપી અને કોર્પોરેટ કંપ્નીઓની બેલેન્સ શીટને પણ બગાડી રહી છે.
ડાલબર્ગ એડવાઇઝર્સ અને ક્લીન એર ફંડ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં વર્ષ 2024ના આંકડા રજૂ કરતા જણાવાયું છે કે, ગત વર્ષે વાયુ પ્રદૂષણને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને લગભગ 24.49 લાખ કરોડ રૂપિયાનું મસમોટું નુકસાન થયું હતું, જે દેશની કુલ જીડીપીના આશરે છ ટકા જેટલું છે.
રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. આ રિપોર્ટ અનુસાર, જો ભારતમાં વાયુ પ્રદૂષણના સ્તરને લગભગ 20 ટકા સુધી ઘટાડવામાં આવે, તો વર્ષ 2030 સુધીમાં દર વર્ષે થતા આશરે આઠ લાખ કરોડ રૂપિયાના જંગી આર્થિક નુકસાનથી બચી શકાય તેમ છે.
આ ઉપરાંત, વર્ષ 2024માં એકલા પ્રદૂષણ સંબંધિત બીમારીઓની સારવાર પાછળ લોકોના લગભગ 1.16 લાખ કરોડ રૂપિયા ખચર્યિા હતા, જેના કારણે સામાન્ય લોકોનું દૈનિક શેડ્યૂલ પણ ખોરવાઈ ગયું હતું.ઝેરી હવાની સીધી અસર લોકોની જીવનશૈલી અને બજાર પર પણ પડી રહી છે. પ્રદૂષણના ડરથી લોકો બહાર જમવા જવાનું તેમજ પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. આ કારણોસર વર્ષ 2024માં રેસ્ટોરન્ટ અને પર્યટન ક્ષેત્રને લગભગ 6.97 લાખ કરોડ રૂપિયાનો મોટો આર્થિક ફટકો પડ્યો હતો.