BREAKING NEWS

કુખ્યાત જેનિશ મહાજન નહીં સુધરે: ગાંધીગ્રામમાં ટોળકીનો પરિવાર પર હુમલો, પોલીસે સંકજામાં લઈ સરભરા કરી

  • August 13, 2026 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં અવાર નવાર માથાકૂટ કરવા તેમજ ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર સોડા બોટલના ઘા કરવા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત જેનિસ મહાજન અને આણી ટોળકી જાણે સુધરવાનું નામ જ નથી લેતી હોય તેમ વધુ એક વખત ના ગાંધીગ્રામ વિસ્તારમાં મહિલા સહિતના પરિવાર ઉપર પાઇપ વડે હુમલો કરતા મહિલાને ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, બનાવના પગલે ગાંધીગ્રામ પોલીસ દોડી ગઈ હતી અને મહિલાની ફરિયાદના આધારે કુખ્યાત જેનિશ મહાજન તેના સાગરીતો કશ્યપ રાજુ સોલંકી, યશ પટેલ અને ભાવિક પટેલ સામે ગુનો નોંધી રાતોરાત ઝડપી લઇ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા પાસે લઈ જવાયા હતા. જ્યાં તેમની આકરી સરભરા કરવામાં આવી હતી.


ગાંધીગ્રામ શેરી નં-6માં રહેતા ભાવનાબેન સંજયભાઈ બાબરીયા (ઉ.વ.47)ના ગઈકાલે સાંજે સાતેક વાગ્યે ઘરે હતા ત્યારે ઘર બહાર દેકારો થતો હોવાથી બહાર નીકળી જોવા જતા નજીકમાં રહેતો કશ્યપ સોલંકી અને તેની સાથેનો શખસ ગાળો બોલતા હોય આથી તેને ઘર પાસે ગાળો ન બોલવાનું કહેતા ગાળો તો બોલાશે જ કહી કશ્યપ મહિલાની પુત્રી વિશે અપશબ્દો બોલવા લાગ્યો હતો અને તેણીના પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપતા મહિલાનો પુત્ર શુભમ ઘરની બહાર આવતા અજાણ્યા શખ્સે તેને મુક્કો માર્યો હતો અને ગાળાગાળી કરી ત્યાંથી જતા રહ્યાં હતાં.

જે બાદ મહિલા, તેના પતિ અને પુત્ર કશ્યપના પિતાને આ બાબતે કહેવા જતા રસ્તામાં કશ્યપ અને તેની સાથેના બીજા ત્રણ શખસો લોખંડના પાઇપ લઈને આવ્યા હતા અને ઝગડો કરી પાઇપ વડે મારમાર માર્યો હતો. દરમિયાન મહિલાના પતિ સંજયભાઈએ 112 અને 108માં ફોન કરતા પોલીસ આવી ગઈ હતી પોલીસને જોઈ ત્રણેય ભાગી ગયા હતા. મહિલાને મોઢાના ભાગે પાઇપનો ઘા લાગી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એચ.પી. ગઢવીએ તપાસ હાથ ધરતા કશ્યપ સોલંકીની સાથે નામચીન જેનિસ મહાજન અને તેન સાથે યશ પટેલ, ભાવિક પટેલ હોવાનું ખુલતા ચારેયને રાત્રીના જ સકંજામાં લઈ આકરી સરભરા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application