BREAKING NEWS

આજીડેમ પાસે કુખ્યાત આરોપી હિરેન ગળચર, તેના માતા અને ભાઈ પર હુમલો, ટોળું ધોકા-પાઇપ અને છરી સાથે તૂટી પડ્યું

  • February 12, 2026 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજીડેમ ચોકડી નજીક માંડા ડુંગર પાસે ગેંગવોર જેવી ઘટના સામે આવી છે. સદગુરૂ પાર્ક સોસાયટીમાં રહેતાં અને લાલપરી વિસ્તારમાં પણ મકાન ધરાવતાં મહિલા અને તેના બે પુત્રો પર ટોળાએ ધોકા, પાઇપ અને છરી વડે હુમલો કર્યો હોવાની માહિતી મળી છે. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


હુમલાખોરોએ ધોકા, લોખંડની પાઇપ અને છરીનો ઉપયોગ કર્યો

મળતી વિગતો મુજબ, અલ્પાબેન મહેશભાઇ ગરચર (ઉં.વ. ૪૩), તેમનો પુત્ર હિરેન મહેશભાઇ ગરચર (ઉં.વ. ૨૩) અને કૃપાલ મહેશભાઇ ગરચર (ઉં.વ. ૧૯) બપોરના સમયે કુવાડવા રોડ પર નવાગામ સ્થિત જૂના પોલીસ સ્ટેશન નજીક હાજર હતા. તે દરમિયાન આશીષ દેવીપૂજક સહિત છ જેટલા અજાણ્યા શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ધોકા, લોખંડની પાઇપ અને છરીનો ઉપયોગ કરતાં ત્રણેયને ઇજાઓ પહોંચી હતી.


ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા

હુમલા બાદ આસપાસના લોકોએ ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તબીબો દ્વારા ત્રણેયની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા બી-ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ

હિરેન ગરચર અગાઉ હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલો હોવાની અને તે કેસમાં હાલ ફરાર હોવાની ચર્ચા છે. આ હુમલો જૂની અદાવતના કારણે થયો કે અન્ય કોઈ કારણસર, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હુમલાખોરોની ઓળખ અને તેમની ધરપકડ માટે પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application