BREAKING NEWS

હવે કર્મચારીઓને કાઢવાની સલાહ પણ એઆઈ જ આપશે: કંપ્નીઓના મોટા નિર્ણયોમાં દખલ વધશે

  • November 20, 2026 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે લાખો લોકોની નોકરીઓ જોખમમાં મુકાવાની આશંકા વચ્ચે હવે એક નવી ચિંતાજનક શક્યતા સામે આવી છે. ભવિષ્યમાં કંપ્નીઓના સંચાલકો કર્મચારીઓને નોકરીમાંથી કાઢવા કે નહીં તે નક્કી કરવા માટે પણ એઆઈની સલાહ લેશે. એટલું જ નહીં, કયા વિભાગમાં કેટલા કર્મચારીઓ રાખવા, કયા વિભાગમાં છટણી કરવી હવે કર્મચારીઓનેઅને કંપ્નીએ કયા નવા વ્યવસાયમાં પ્રવેશ કરવો જેવા નિર્ણયો લેવામાં પણ એઆઈની ભૂમિકા મહત્ત્વની બની શકે છે.



અમેરિકાની એઆઈ સ્ટાર્ટઅપ કંપ્ની એરિસ્ટના સહસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી માઇકલ આયોફે આ આગાહી કરી છે. ડેટ્રોઇટમાં યોજાયેલા ફોર્ચ્યુન 500 ઇનોવેશન ફોરમમાં તેમણે જણાવ્યું હતું કે આગામી થોડાં વર્ષોમાં મોટી કંપ્નીઓના મોટાભાગના મહત્ત્વના ફેરફારોની ભલામણ એઆઈ એજન્ટ દ્વારા કરવામાં આવી શકે છે.



આયોફના જણાવ્યા પ્રમાણે એઆઈ એજન્ટ માત્ર માહિતી એકત્ર કરીને તેનો સાર આપતી સિસ્ટમ નહીં હોય. તે કંપ્નીના કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરી શકશે, કંપ્નીના આંતરિક આંકડાઓનું વિશ્લેષણ કરશે અને તેના આધારે વ્યવસાયમાં સુધારા માટે ભલામણ કરશે. આ ભલામણોમાં કર્મચારીઓની છટણી, નવા ઉત્પાદનો બજારમાં મૂકવા અને કંપ્નીના સંગઠનાત્મક માળખામાં ફેરફાર કરવાનો સમાવેશ થઈ શકે છે.



એરિસ્ટ કંપ્નીએ ફોર્ચ્યુન 500ની યાદીમાં સામેલ 15 ટકાથી વધુ કંપ્નીઓ સાથે ભાગીદારી કરી હોવાનું જણાવાયું છે. કંપ્નીના એઆઈ એજન્ટ કર્મચારીઓની પસંદગી કરીને તેમની સાથે વાતચીત કરે છે. કયા કર્મચારીને કયો પ્રશ્ન પૂછવો અને તેના જવાબના આધારે આગળ કયો પ્રશ્ન કરવો તે પણ એઆઈ નક્કી કરે છે. આ પ્રક્રિયા દ્વારા કંપ્નીના સંચાલનમાં રહેલી સમસ્યાઓ અને સુધારાની શક્યતાઓ શોધવામાં આવે છે.



જોકે આયોફે સ્પષ્ટતા કરી છે કે અંતિમ નિર્ણય લેવાની સત્તા કંપ્નીના અધિકારીઓ પાસે જ રહેશે. એઆઈ માત્ર નિર્ણય લેવામાં મદદ કરશે. આમ છતાં આ વ્યવસ્થાને કારણે કર્મચારીઓની નોકરી અને ભવિષ્ય અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. એઆઈ કોઈ કર્મચારીની કામગીરીનું ખોટું મૂલ્યાંકન કરે અથવા અધૂરી માહિતીના આધારે છટણીની ભલામણ કરે તો તેની જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન મહત્ત્વનો છે.


કંપ્નીઓમાં એઆઈનો ઉપયોગ વધવાથી નિર્ણય લેવાની ઝડપ અને કાર્યક્ષમતા વધી શકે છે, પરંતુ કર્મચારીઓની વ્યક્તિગત પરિસ્થિતિ, અનુભવ અને માનવીય પાસાંને કેટલું મહત્ત્વ મળશે તે પણ જોવાનું રહેશે. અત્યાર સુધી એઆઈ કર્મચારીઓનું કામ કરી શકશે કે નહીં તેની ચચર્િ થતી હતી. હવે એઆઈ કર્મચારીઓનું ભવિષ્ય નક્કી કરવામાં પણ ભાગ ભજવશે તેવી શક્યતા સામે આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application