હવે ચહેરો જોઈને એઆઇ આપશે ખીલના ઉપચાર માટે પ્રિસ્ક્રિપ્શન
હવે ચહેરો જોઈને એઆઇ આપશે ખીલના ઉપચાર માટે પ્રિસ્ક્રિપ્શન
October 07, 2026 02:50 PM
શું ખીલના ઇલાજ માટે દરેક વખતે ડોકટર પાસે જવું જરી નહીં રહે? અમેરિકાના યુટામાં શ થયેલો એક પ્રયોગ આ દિશામાં નવી સંભાવના બતાવી રહ્યો છે. ન્યુયોર્કની ડિજિટલ હેલ્થ કંપની 'નોલા હેલ્થ'નું એઆઈ સિસ્ટમ દર્દીની મેડિકલ જાણકારી અને ચહેરાની તસવીરોનું વિશ્લેષણ કરીને ખીલની ગંભીરતાનું આકલન કરે છે. આ સિસ્ટમ નક્કી કરેલા માનકોની અંદર શઆતી ઉપચાર માટે પ્રિસ્ક્રિપ્શન જારી કરી શકે છે, જો કે એઆઈને પૂરી રીતે સ્વતત્રં છોડવામાં આવ્યું નથી. આ નવી ટેકનોલોજી યુટા રેગ્યુલેટરી એઆઈ સેન્ડબોકસની જેમ ચાલી રહી છે. હાલમાં ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના યુટા નિવાસીઓ જ તેનો ઉપયોગ કરી શકે છે. દર્દીએ ૧૦થી ૧૫ મિનિટની મેડિકલ પ્રશ્નાવલી ભરવાની અને ચહેરાની તસવીરો અપલોડ કરવાની હોય છે. એઆઇ આ બંને સૂચનાઓના આધારે ખીલની ગંભીરતાનો સ્કોર નક્કી કરે છે અને એ જ અનુપ ઉપચાર બતાવે છે. નોલાના ડર્મ એપની સદસ્યતા પાંચ ડોલર એટલે કે આશરે ૪૮૦ પિયા મહિનાની છે. આ એઆઇ સિસ્ટમ હાલમાં માત્ર હલ્કાથી મધ્યમ ખીલના ઇલાજ સુધી જ સીમિત છે. કેપ્સુલ–ટેબલેટ હાલ આ દાયરાથી બહાર રાખવામાં આવી છે. ડોકટરોએ પહેલાથી જ કેટલીક દવાઓનું લિસ્ટ નક્કી કયુ છે, જેમાં ત્વચા પર લગાવવાની રેટિનોઇડ અને એન્ટીબેકટેરિયલ દવાઓ સામેલ છે. આનાથી દર્દીઓને ઘર બેઠા જ યોગ્ય ત્વચા સંભાળ માટેની સલાહ અને પ્રિસ્ક્રિપ્શન સરળતાથી મળી રહે છે.