ઇન્સ્ટાગ્રામની જેમ, હવે લોકો ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટસએપ પર પણ સ્ટેટસ સાથે મ્યુઝિક ઉમેરી શકશે. હાલમાં, આ સુવિધા પરીક્ષણ તરીકે પસંદગીના વોટસએપ યુઝર્સ માટે એન્ડ્રોઇડ અને આઈફોન પર બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. મીડિયા રિપોટર્સ અનુસાર, વોટસએપએ નવા બીટા વર્ઝનમાં સ્ટેટસ એડિટર ઇન્ટરફેસમાં મ્યુઝિક વિકલ્પ ઉમેર્યેા છે. આનાથી યુઝર્સને ઇન્સ્ટાગ્રામ પર પહેલાથી જ ઉપલબ્ધ મ્યુઝિક લાઇબ્રેરી એકસેસ કરવાની મંજૂરી મળશે. લાઇબ્રેરી દ્રારા, યુઝર્સ ગીત, આર્ટીસ્ટ અથવા ટ્રેન્ડિંગ ટ્રેક શોધી શકે છે અને તેમને તેમના સ્ટેટસ અપડેટસમાં ઉમેરી શકે છે. ફોટો–આધારિત સ્ટેટસમાં મ્યુઝિક કિલપ્સ મહત્તમ ૧૫ સેકન્ડની હોય શકે છે, યારે વિડીયો સ્ટેટસમાં મ્યુઝિક ટાઇમિંગ વિડીયો ટાઇમિંગ જેટલું હોય શકે છે.
સ્ટેટસ જોનારા લોકો ગીતના લેબલ પર ટેપ કરી શકશે. આમ કરવાથી કલાકારનું નામ અને આલ્બમ આર્ટ દર્શાવતો પોપ–અપ ઓવરલે ખુલશે. ઓવરલેમાં થ્રી–ડોટ મેનૂ પર ટેપ કરીને, વ્યકિત તે કલાકારની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પણ જોઈ શકે છે જેના ગીતનો સ્ટેટસમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
જેમની પાસે ગૂગલ પ્લે સ્ટોર પર વોટસએપ બીટાનું લેટેસ્ટ વર્ઝન અથવા આઇફોન પર ટેસ્ટલાઇટ એપ છે તેઓ હાલ માટે આ સુવિધાનો લાભ લઈ શકશે. મેટા અનુસાર, આ સુવિધા ટૂંક સમયમાં બંને પ્લેટફોર્મ પર સ્ટેબલ અપડેટ સાથે બધા યુઝર્સ માટે રજૂ કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech