BREAKING NEWS

પાણીનું સ્થાન ORS ન લઈ શકે: જાણો કઈ સ્થિતિમાં જ આ પ્રવાહી પીવું જોઈએ

  • May 23, 2026 09:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળામાં સામાન્ય વ્યક્તિ માટે વારંવાર ORS પીવું હાનિકારક બની શકે છે.સાદું પાણી શરીરમાં હાઇડ્રેશન જાળવી રાખે છે જયારે ORS મુખ્યત્વે ઝાડા, ઉલટી અથવા ભારે કસરતથી ગુમાવેલા પાણી અને ઇલેક્ટ્રો લાઇટ્સને બદલવા માટે વપરાય છે

કોને ORS ની જરૂર છે?
જો કોઈ વ્યક્તિ ડિહાઇડ્રેટેડ હોય (શરીરમાંથી પાણી ઓછું થવું)  વધારે શારીરિક શ્રમથી પીડાયેલ હોય ,જે લોકો ગરમ હવામાનમાં ઘણો પરસેવો કરે છે અને જેમના શરીરમાં સોડિયમ અને પોટેશિયમ ઓછું હોય તે પીઈ શકે છે. હીટ સ્ટ્રોકને કારણે ચક્કર અથવા નબળાઇ જેવું અનુભવાતું હોય તે સેવન કરી શકે છે. 

વારંવાર ORS પીવાનું કોણે ટાળવું જોઈએ? 

સામાન્ય સ્વસ્થ વ્યક્તિ: જે લોકો પૂરતું પાણી પીવે છે અને સામાન્ય દિનચર્યા ધરાવે છે તેમને ORS ની જરૂર નથી. 
ORS માં સોડિયમ (મીઠું) ની માત્રા વધુ હોય છે, જે બ્લડ પ્રેશર વધારી શકે છે. કિડનીના દર્દીઓ: જો કિડની યોગ્ય રીતે કામ કરતી નથી તો વધારાનું સોડિયમ અને ખનિજો શરીર માટે હાનિકારક સાબિત થાય છે. 

વધારે ORS પીવાથી નુકસાન થઈ શકે છે
શરીરમાં સોડિયમ (મીઠું) નું પ્રમાણ વધી શકે છે. બ્લડ પ્રેશર વધવાથી હૃદય પર દબાણ આવે છે. કિડનીની સમસ્યાઓ વધી શકે છે. 

સલાહ

ઉનાળામાં સ્વસ્થ રહેવા માટે. સાદા પાણી, લીંબુ પાણી, નાળિયેર પાણી કે છાશનું સેવન કરવું વધુ હિતકારક છે. જો તમને ORS પીવાની ખાસ જરૂર હોય, તો ડોકટરોની વિગતવાર સલાહ લઇ પી શકો છો .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application