અડવાણામાં વૃક્ષોને વિનામૂલ્યે લગાડી આપવામાં આવ્યા ગેરુ અને ચુનો

  • June 02, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર નજીકના અડવાણા ગામે સેવાભાવી આગેવાને હાઇસ્કૂલ અને હોસ્પિટલના કમ્પાઉન્ડના તમામ વૃક્ષોને ગુરુ અને ચુનો લગાડીને રક્ષણ આપ્યુ હતુ. 
અડવાણા ગામના સેવાભાવી આગેવાન બચુભાઇ કાનાભાઇ ગોઢાણીયાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ અડવાણાની સરકારી હોસ્પિટલ અને હાઇસ્કૂલના પટાંગણમાં વાવેલા વૃક્ષોને ગુરુ અને ચુનો લગાડીને રક્ષણ આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે આ પ્રકારના રંગરોગાનથી વૃક્ષ આકર્ષક અને સુંદર લાગે છે તે ઉપરાંત ફંગલ કે બેકટેરીયલ ઇન્ફેકશનથી તેમને રક્ષણ મળે છે. જમીનમાર્ગે આવતા ઇન્ફેકશનથી આ ટેકનિક વડે વૃક્ષોને બચાવી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આ પ્રકારના રંગના પટ્ટા મારવાથી વૃક્ષોને ઓળખવા સરળ બને છે.
 જો કોઇ જીવજંતુએ વૃક્ષને કોરી ખાધુ હોય તો તેમાં તરત કાણું દેખાશે તેથી જીવજંતુથી રક્ષણ કરવુ સરળ બનશે.બીજા કેમિકલ અને કીટનાશકો કરતા ગેરુ અને ચુનો સસ્તા પડે છે તેથી તે વૃક્ષને અનેક પ્રકારે લાભદાયી હોવાથી દર વર્ષે તેઓ આ પ્રકારની સેવાપ્રવૃત્તિ કરે છે તેમ જણાવ્યુ હતુ. બચુભાઇ કાનાભાઇ ગોઢાણીયાની પર્યાવરણ પ્રત્યેની લાગણી અને નિ:સ્વાર્થભાવે સેવાની આ કામગીરીને ગ્રામજનોએ પણ બિરદાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application