ખંભાળિયામાં ધરાનગર વિસ્તારમાં આવેલા ગોવિંદ તળાવ ખાતે રહેતા પુષ્પાબેન પ્રેમદાસભાઈ અગ્રાવત નામનાં 62 વર્ષના મહિલા શનિવારે રાત્રિના સમયે અહીંના ચોખંડા-બજાણા રોડ ઉપર આવેલા ભગવતી મેરેજ હોલ પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 10 ડીએ 1988 નંબરના એક મોટરકારના ચાલક સલીમ અબ્દુલભાઈ મથુપૌત્રા (ઉ.વ. 45, રહે. સોરઠીયા પ્રજાપતિ વાડીની પાછળ) એ પુષ્પાબેનને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી, આરોપી સલીમ મથુપૌત્રા નાસી છૂટ્યો હતો.
આ અંગે ખંભાળિયા પોલીસે મૃતક પુષ્પાબેનના પુત્ર ધનસુખભાઈ પ્રેમદાસભાઈ અગ્રાવત (ઉ.વ. 38) ની ફરિયાદ પરથી કારચાલક સલીમ અબ્દુલભાઈ સામે ગુનો વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી, તેની અટકાયત કરી લેવામાં આવી હતી. આ પ્રકરણમાં પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech