BREAKING NEWS

આજે પરીક્ષામાં રજા: બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે આખા ગુજરાતમાં એકમાત્ર ગોંડલમાં કોપી કેસ

  • February 27, 2026 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલથી શરૂ કરવામાં આવેલી પરીક્ષામાં પ્રથમ દિવસે સમગ્ર રાજ્યમાં એક માત્ર ગોંડલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયમાં એક વિદ્યાર્થી કોપી કેસમાં ઝડપાયો છે. આ સિવાય સમગ્ર રાજ્યમાં ક્યાંય ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પ્રથમ પેપરમાં કોપી કેસ થયો નથી. આજે બોર્ડની પરીક્ષામાં રજા છે.


ગઈકાલે પ્રથમ દિવસે ધોરણ 10 માં ભાષાનું પેપર હતું અને તેમાં ગુજરાતી વિષયમાં 6,80,276 માંથી 6,64,378 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાષાના આ પેપરમાં જુદી જુદી ભાષાઓ જેવી કે હિન્દી મરાઠી અંગ્રેજી ઉર્દુ સંસ્કૃત અને ઉડિયા જેવી ભાષાના પેપર ગઈકાલે હતાં. ઉડીયા ભાષાના 358 પરીક્ષાર્થીઓ નોંધાયા છે અને તે તમામે સુરત ખાતેના કેન્દ્રમાં પરીક્ષા આપી હતી.


ગઈકાલના પેપરો પ્રમાણમાં સરળ હોવાના કારણે વિદ્યાર્થીઓ ખુશખુશાલ હતા અને બોર્ડની પરીક્ષાનો હાવ મહદ અંશે દૂર થયો છે. નવા ઉત્સાહ અને કોન્ફિડન્સ સાથે આવતીકાલે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કાલે ધોરણ 10 માં વિજ્ઞાન, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનું પેપર છે. આવતીકાલના પેપર પછી સામાન્ય પ્રવાહમાં તારીખ 5 માર્ચના રોજ અને વિજ્ઞાન પ્રવાહમાં તારીખ 6 માર્ચના રોજ ત્રીજું પેપર લેવાશે. ધોરણ 10 માં પણ આવતીકાલ પછી પાંચ દિવસ પરીક્ષામાં રજા રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application